Umargam Police station/ આવાસ ફાઇનાન્સિયલની પઠાણી ઉઘરાણીના ત્રાસથી ઉમરગામમાં પાણીપુરીના દુકાનદારની આત્મહત્યા

ઉમરગામમાં પાણીપુરી સેન્ટર (Panipuri Center) ની દુકાનના સંચાલક સાગર રાવલે વ્યાજખોરોના ત્રાસના કારણે પોતાની જ દુકાનમાં ગળેફાંસો (Suicide) ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આના પગલે તેના કુટુંબીજનોએ વ્યાજખોર કંપની આવાસ ફાઇનાન્સિયલ (Aavas Financial) સામે ફરિયાદ નોંધાવી છે.

Top Stories Gujarat Surat Breaking News

Umaragm News: દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વ્યાજખોરોનો ત્રાસ વધી ગયો છે. હવે આ વ્યાજખોરોએ ફાઇનાન્સ કંપની (Finance Company) નું સ્વરૂપ ધારણ કર્યુ છે. ઉમરગામમાં પાણીપુરી સેન્ટર (Panipuri Center) ની દુકાનના સંચાલક સાગર રાવલે વ્યાજખોરોના ત્રાસના કારણે પોતાની જ દુકાનમાં ગળેફાંસો (Suicide) ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આના પગલે તેના કુટુંબીજનોએ વ્યાજખોર કંપની આવાસ ફાઇનાન્સિયલ (Aavas Financial) સામે ફરિયાદ નોંધાવી છે.

ઉમરગામ પોલીસ સમક્ષ મૃતકના કુટુંબીજનોએ નોંધાવેલી ફરિયાદ મુજબ આવાસ મૃતક સાગર રાવલે (Sagar Raval) આવાસ ફાઇનાન્સ કંપનીમાંથી લોન (Loan) લીધી હતી. તે નિયમિત રીતે લોનનો હપ્તો ભરતો હતો, પણ લોનનો એક હપ્તો ભરવામાં થોડો વિલંબ થતા ફાઇનાન્સ કંપની તાત્કાલિક હપ્તો ભરવા માટે પઠાણી ઉઘરાણી કરતી હતી. આવાસ ફાઇનાન્સિયલ લિમિટેડ નામની કંપનીના દબાણના લીધે જ સાગર રાવલ નામની આ વ્યક્તિએ આત્મહત્યા કરી હતી.

મૃતકની પત્ની ને માતા સહિતના કુટુંબીજનોએ પોલીસ સ્ટેશને આ મુદ્દે રજૂઆત કરી છે. તેમણે આવાસ ફાઇનાન્સિયલ લિમિટેડ કંપનીના સંચાલકોના પગલે ગંભીર આક્ષેપો કરીને ફરિયાદ નોંધવા રજૂઆત કરી છે. તેની સાથે બેન્ક દ્વારા દુકાનની લોન માફ કરવામાં આવે તેવી પણ માંગ કરી છે. ઉમરગામ પોલીસે આ મામલે મૃતકના કુટુંબીજનોના નિવેદન પછી બેન્કના અધિકારીઓનું નિવેદન લઈને આગળ તપાસ શરૂ કરવામાં આવી છે.

હવે જો આ કિસ્સામાં ફાઇનાન્સ કંપની કસૂરવાર ઠરે તો તેની સામે આકરી કાર્યવાહી થઈ શકે છે. જો કે પોલીસે યુવક પાસેથી સ્યુસાઇડ નોટ મળી હતી કે નહીં તે અંગે કશું જણાવ્યું નથી. હવે જો યુવકે આવી કોઈ સ્યુસાઇડ નોટ લખી હોય તો આવાસ ફાઇનાન્સિયલ કંપની સામે ગેરવાજબી રીતે નાણાકીય વસૂલાતનો કેસ બની શકે છે. તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવી શકે છે. રિઝર્વ બેન્કની જોગવાઈ મુજબ તેની સામે શિક્ષાત્મક પગલાં પણ ભરવામાં આવી શકે છે. તેની સાથે તેણે આવા બીજા કેટલા લોકો સામે આ પ્રકારની ગેરવાજબી કાર્યવાહી કરી છે તેની તપાસ થઈ શકે છે.

પોલીસ આ અંગે રિઝર્વ બેન્કની ગાઇડલાઇન્સનો આશરો પણ લઈ શકે છે. રિઝર્વ બેન્કે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ માટે માર્ગદર્શિકાઓ જારી કરેલી જ છે. હવે આ માર્ગદર્શિકાઓનો ભંગ થયેલો હશે તો પોલીસ તેને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરશે. જો કે પોલીસનું કહેવું છે કે આ કેસમાં તપાસ પછી આવાસ ફાઇનાન્સિયલ લિમિટેડ અને તેના અધિકારીઓ સામે કયા પ્રકારની કાર્યવાહી કરવી તેનો નિર્ણય લેવાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વલસાડમાં ઉમરગામમાં પરિવારના સામુહિક આપઘાત મામલે થયો ખુલાસો

આ પણ વાંચો: વલસાડમાં ઉમરગામમાં પરિવારના સામુહિક આપઘાત મામલે થયો ખુલાસો

આ પણ વાંચો: પત્ની અને પુત્રીને નદીમાં ધકેલીયા બાદ કર્યો આપઘાતનો પ્રયાસ,જીવ બચી જતા જવું પડ્યું જેલ