Ahmedabad News/ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો

પરંતુ ફરિયાદી પાસે રૂપિયા 200000 ની વ્યવસ્થા હોય, એ રીતની નાણાની લેવડદેવડની વાત કરી હતી.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: આ કેસમાં ફરિયાદીની વિરૂદ્ધમાં ચાંદખેડા પોલીસ સ્ટેશન (Chandkheda Police) ખાતે દાખલ થયેલ પ્રોહિબિશન (Prohibition)ના ગુનામાં ફરિયાદીને વોન્ટેડ બતાવેલ હોય જેથી ફરિયાદીને તે ગુનામાં રજુ કરવા તેમજ પાસા (PASA) નહી કરવા બાબતે  આરોપી રજનીશે ફરિયાદી પાસે રૂપિયા 530000 ની લાંચ (Bribe)ની માંગણી કરી હતી. જે લાંચની રકમ આપવા ફરિયાદીને આરોપી રજનીશે ઉપરોક્ત જગ્યાએ બોલાવેલ પરંતુ ફરિયાદી પાસે રૂપિયા 200000 ની વ્યવસ્થા હોય, એ રીતની નાણાની લેવડદેવડની વાત કરી હતી.

પરંતુ લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ન હોય ફરિયાદીએ ACBનો સંપર્ક કરી ફરિયાદ આપતા જે લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી રજનીશના કહેવાથી આરોપીએ ફરીયાદી પાસેથી રૂપિયા 200000 લાંચ તરીકે સ્વીકારી હતી અને આરોપી લાંચના છટકા દરમ્યાન પકડાઇ ગયો હતો તથા આરોપી રજનીશ લાંચના છટકા દરમ્યાન ACB હોવાની શંકા જતા નાસી જઈ બંને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો હોવાનું સામે આવ્યું છે.

અગાઉ આ કેસમાં ફરિયાદ દાખલ કરનાર ફરિયાદી વિરૂદ્ધ નાણાકીય લેવડદેવડ અંગેની ગેરરીતિની અરજી થઈ હતી. જેની તપાસ ગાંધીનગર (Gandhinagar) સેકટર 7ના ASI તપાસ કરી રહ્યાં હતા. જેમાં અશોક ચૌધરીએ લાંચ (Bribe) માંગી હતી. આ દરમિયાન ASI અશોક ચૌધરીએ ફરિયાદીને અરજીની તપાસમાં હેરાનગતિ નહીં કરવા અને ગુનો દાખલ નહીં કરવાના બદલામાં રૂપિયા 2 લાખની લાંચની માંગણી કરી હતી. પરંતુ ફરિયાદીએ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને જામનગર ACBનો સંપર્ક સાધ્યો હતો. જેને આધારે જામનગર એસીબીએ ગાંધીનગરનાં અડાલજ પાસે અતિથિ ધાબા સર્વિસ રોડ પર, કન્ટેનર બ્રિજ પાસે જાળ બિછાવી હતી. જેમાં ફરિયાદી પાસેથી રૂપિયા 2 લાખની લાંચની રકમ લેતા ASI અશોક ચૌધરીની ACBએ ધરપકડ કરી હતી.

મહેસાણામાં ખેરાલુ મામલતદાર કચેરીમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ છટકું ગોઠવીને પુરવઠા વિભાગના નાયબ મામલતદાર ધર્મેન્દ્ર કનૈયાલાલ મહેતાને રૂપિયા 10,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ACBના સૂત્રોના જણાવ્યા અનુસાર, ડી. કે. મહેતા સસ્તા અનાજના પરવાના ધરાવતા વેપારીઓને વિવિધ બહાના હેઠળ હેરાન કરતા હતા અને તેમની પાસેથી માસિક રૂપિયા 1,000થી રૂ. 5,000 સુધીનો હપ્તો લાંચ તરીકે વસૂલતો હતો. જે વેપારીઓ લાંચ આપવાનો ઇનકાર કરતા, તેમને બિનજરૂરી નોટિસો મોકલી હેરાન કરવામાં આવતા હતા.

ACBને મળેલી ચોક્કસ બાતમીના આધારે, એક ડિકોયની મદદથી છટકું ગોઠવવામાં આવ્યું હતું. ડિકોયે ડી.કે. મહેતા સાથે વાતચીત કરી હતી, જેમાં મહેતાએ હેરાનગતિ ન કરવા માટે 2 મહિનાના હપ્તા પેટે રૂપિયા 10,000ની લાંચની માંગણી કરી હતી. ડિકોયે લાંચની રકમ આપતાં જ ACBએ છાપો મારીને ડી. કે. મહેતાને રંગેહાથ ઝડપી લીધા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સંતરામપુર પ્રાંત કચેરીના ઓપરેટર શૈલેષ પટેલને એ.સી.બી.ટીમે રૂ.૭૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો

આ પણ વાંચો:વડોદરા મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયો

આ પણ વાંચો:કોન્સ્ટેબલ સામે લાંચની માંગણી અંગે ACBએ ગુનો દાખલ કર્યો