Waqf Amendment Act/ આજથી દેશમાં લાગુ થશે વકફ સુધારો કાયદો, કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું

કેન્દ્ર સરકારના મતે, આ કાયદો મુસ્લિમ વિરોધી નથી અને તેનો ઉદ્દેશ્ય વકફ મિલકતોના ભેદભાવ અને દુરુપયોગને રોકવાનો છે.

Top Stories India Breaking News

Waqf Amendment Act: કેન્દ્ર સરકારે વકફ સુધારા કાયદા અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. કેન્દ્રએ કહ્યું છે કે નવો વકફ કાયદો આજથી એટલે કે બુધવાર, 8 એપ્રિલ, 2025 થી અમલમાં આવશે. સંસદના બંને ગૃહો દ્વારા વકફ સુધારા બિલ પસાર થયા બાદ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે (5 એપ્રિલ) તેને મંજૂરી આપી.

ઘણા રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે

દેશના ઘણા રાજ્યોમાં નવા વક્ફ કાયદા સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ, AIMIM અને આમ આદમી પાર્ટી (AAP) એ અલગ-અલગ અરજીઓ સાથે તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. કેન્દ્ર સરકારના મતે, આ કાયદો મુસ્લિમ વિરોધી નથી અને તેનો ઉદ્દેશ્ય વકફ મિલકતોના ભેદભાવ અને દુરુપયોગને રોકવાનો છે. લોકસભામાં વક્ફ સુધારા બિલના પક્ષમાં 288 મત પડ્યા અને તેની વિરુદ્ધમાં 232 મત પડ્યા. જ્યારે રાજ્યસભામાં બિલના પક્ષમાં 128 અને વિરોધમાં 95 મત પડ્યા.

સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં 15 અરજીઓ દાખલ કરવામાં આવી છે

આ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં કુલ 15 અરજીઓ દાખલ કરવામાં આવી છે. તે જ સમયે, કેન્દ્ર સરકારે એકપક્ષીય આદેશની શક્યતા ટાળવા માટે કેવિયેટ દાખલ કરી. મણિપુર, પશ્ચિમ બંગાળ અને પટના સહિત દેશના ઘણા રાજ્યોમાં વક્ફ સુધારા કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.

જમાત-એ-ઇસ્લામી હિંદે વકફ કાયદાને લઈને કેન્દ્ર સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. જમાત-એ-ઇસ્લામી હિંદના પ્રમુખ સૈયદ સદાતુલ્લાહ હુસૈનીએ કહ્યું, “વકફ કાયદો દેશના મુસ્લિમોની વિરુદ્ધ છે. મને લાગે છે કે આ કાયદો વકફના વહીવટને સુધારવામાં મદદ કરતો નથી.”

જમાત-એ-ઇસ્લામી હિન્દ કેન્દ્ર પર નિશાન સાધે છે

તેમણે કહ્યું, “સરકાર કહે છે કે આ કાયદો સુધારા લાવશે, પરંતુ અમારું માનવું છે કે તેમાં ફેરફાર કરવાથી વધુ સમસ્યાઓ ઊભી થશે. વહીવટને વધુ ખરાબ કરતી, ભ્રષ્ટાચાર વધારતી અને મુસ્લિમોના અધિકારો છીનવી લેતી જોગવાઈઓનો આ કાયદામાં સમાવેશ કરવામાં આવ્યો છે.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વકફ બિલ બન્યું કાયદો, કેવી રીતે અને ક્યારે લાગુ થશે, AIMPLBએ વિરોધમાં પત્ર લખ્યો

આ પણ વાંચો:વકફ બિલ પર બીજેપી નેતા રવિશંકર પ્રસાદનું મોટું નિવેદન, “કોઈ મસ્જિદને હાથ નહીં લાગે”

આ પણ વાંચો:ઉત્તર પ્રદેશમાં વક્ફ બોર્ડની 58 હજારથી પણ વધુ સંપત્તિ! કાયદો બન્યા બાદ શું અસર જોવા મળશે…