Tapi News : તાપીમાં સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટનાને પગલે ચકચાર મચી છે. જેમાં તાપીના વેલદા ગામે માનવતાને કલંકિત કરતી ઘટના સામે આવી છે. તપાસમાં 65 વર્ષના દુકાનદારે બાળકી પર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે. ભોગ બનેલી બાળકી આરોપી દશરથના દુકાને પેપ્સી લેવા ગઇ હતી.
બાદમાં આરોપીએ પોતાના ઘરમાં લઈ જઇ બાળકીને પોતાની વાસનાનો શિકાર બનાવી હતી. આ અંગે છોકરીના પિતાએ નિઝર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જેમાં પોલીસે તપાસ હાથ ધરીને આરોપીને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:રાજકોટમાં પોલીસનો આતંક, વાહનચાલક પર લાકડી વડે હુમલો કર્યાનો વીડિયો વાયરલ
આ પણ વાંચો:રાજકોટના તત્કાલીન આસીસ્ટંટ ટાઉન પ્લાનર સામે અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ
આ પણ વાંચો:રાજકોટમાં કુવાડવા રોડ પર સાબુની ફેક્ટરીમાં ભીષણ આગ
