Surat News: સુરત (Surat)ના વેસુ (Vesu)માં લક્ઝુરિયસ ફ્લેટમાં હેપ્પી એન્કલેવ (Happy Enclave)માં આગ (Fire) લાગતા અફરાતફરી મચી ગઈ છે. 3 માળ સુધી આગ ફેલાઈ ગઈ છે. આગને બૂઝાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) પણ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યાં છે.
અગાઉ સુરત(Surat)ના નાનપુરાના પ્રિયા એપાર્ટમેન્ટમાં 6ઠ્ઠા માળે આગ(Fire)ની ઘટના બની હતી. ઘરમાં આગ લાગતા વર્ષીય યુવતીનું રેસ્ક્યુ (Rescue) કરવામાં આવ્યું હતું. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

સુરત શહેરમાં નાનપુરાના પ્રિયા એપાર્ટમેન્ટમાં છઠ્ઠા માળે આગ લાગી હતી. વોશિંગ મશીનમાં સ્પાર્ક થતાં આગ લાગી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આગ લાગતા જીવ બચાવવા 20 વર્ષીય યુવતી ACના કોમ્પ્રેસર પર બેસી ગઈ હતી. લોકોએ તાત્કાલિક ફાયરવિભાગને જાણ કરતા લાશ્કરોની ટીમે આગને બૂઝાવી હતી. ફાયર વિભાગની ટીમે યુવતીનું રેસ્કયુ કરીને બચાવી હતી. ફાયર વિભાગે હાઇડ્રોલિક ક્રેનની મદદથી યુવતીનું રેસ્ક્યુ કરી બચાવી હતી.
અગાઉ 14 માર્ચે રાજકોટના ધુળેટીમાં 150 ફૂટ રિંગ રોડ પર સ્થિત પોશ એટલાન્ટિસ બિલ્ડિંગના પાંચમા અને છઠ્ઠા માળે આગ લાગી હતી. આગમાં બે પિતરાઈ ભાઈઓ સહિત ત્રણ લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો:અમદાવાદમાં રહેણાંક મકાનમાં જાણો કેવી રીતે આગ લાગી અને 2નાં થયા કરૂણ મોત
આ પણ વાંચો:અમદાવાદના વાસણામાં રહેણાંક મકાનમાં ભીષણ આગ
આ પણ વાંચો:સુરતમાં શિવ શક્તિ ટેક્સ્ટાઈલ માર્કેટમાં લાગેલી આગમાં મૃતક ભુલાયા
