Rajkot News: રાજકોટ (Rajkot)માં બોગસ રીતે મેડિક્લેમ (Mediclaim) પકવવાના કૌભાંડ (Scam)નો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગાંધીગ્રામ (Gandhigram)ની સમર્પણ હોસ્પિટલમાં રૂપિયા 40 લાખના મેડિક્લેમ (Mediclaim) પકવવાનું ષડયંત્ર રચાયાની અમદાવાદના ડૉક્ટર રશ્મિકાંત પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ કૌભાંડમાં હોસ્પિટલકર્મી અંકિત કાથરાણી મુખ્ય સૂત્રધાર હોવાનો ખુલાસો થયો છે.
રાજકોટનાં ગાંધીગ્રામ (Gandhigram)માં સમર્પણ હોસ્પિટલનું બોગસ રીતે મેડિક્લેમ પકવવાનું કાવતરૂં રચાયાનાં કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દર્દીને પેરાલિસિસની અસર બતાવી કાગળો તૈયાર કરવામાં આવ્યાં હતા. એક ડૉ. મેહુલ સોલંકીનો ડાબી બાજુ પેરાલિસિસ (Paralysis)નું અને બીજા ડૉ. મનોજ સિડાએ જમણી બાજુ અસર હોવાનું નિવેદન આપ્યું હતું. દર્દી મયુર છુંછારનો પેરાલિસિસની અસરનો બોગસ રિપોર્ટમાં બે અલગ-અલગ કન્સલ્ટેશનના કાગળો રજૂ થતા ભાંડો ફૂટ્યો હતો. સહયોગ ઈમેજીનના બોગસ MRIના રિપોર્ટ પણ રજૂ કરાયા હતા. સમગ્ર મામલે અમદાવાદના ડૉ. રશ્મિકાંત પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હોસ્પિટલકર્મી અંકિત કાથરાણી મુખ્ય સૂત્રધાર હોવાનો ખુલાસો થયો છે.

થોડા વર્ષ અગાઉ અમદાવાદના એસજી હાઈવે પર આવેલી સેલ્બી હોસ્પિટલના સિનિયર મેનેજરે હોસ્પિટલમાં જ ફરજ બજાવતા બે કર્મીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે બોપલ ખાતેની સેલ્બી હોસ્પિટલનાં સિનિયર એક્ઝિક્યુટિવ તેમજ મેડીક્લેમ (Mediclaim) આસિસ્ટન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા શખ્સોએ પોતાના મિત્રોના ખોટા મેડિક્લેમની ફાઇલો બનાવી તેમાં સેલ્બી હોસ્પિટલના સિક્કા મારી લેટરપેડ બનાવી છેતરપિંડી આદરી હતી.
માહિતી અનુસાર મેડિક્લેમ (Mediclaim)ની ફાઈલ મૂકનાર યતીન મણિયારના કોવિડ-19 ના મેડિક્લેમની વધુ માહિતી મોકલવાનું જણાવ્યું હતું, જે ઇમેલની હોસ્પિટલની ઓડીટ ટીમને જાણ કરાતા તેઓએ ક્રિષ્ણા સેલ્બી હોસ્પિટલના રેકોર્ડ પર તપાસ કરતા યતીન નામનો કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ થયેલો ન હોવાનું તેઓને જાણવા મળ્યું હતું. જેથી તેઓએ યતીન મણિયારનો સંપર્ક કરતા મેડિક્લેમના ડોક્યુમેન્ટ આપેલા નહીં હોવાનું જણાવ્યું હતું. જેથી હોસ્પિટલની સંયુક્ત ઓડિટ ટીમ દ્વારા આ બાબતે તપાસ કરવાનું શરૂ કરાયું હતું. ત્યારબાદ ઓડિટ ટીમે આ બાબતે સઘન તપાસ કરી અન્ય આવા પ્રકારની કોઈ મેડિક્લેમ (Mediclaim)ની ખોટી ફાઈલ બનેલી છે કે કેમ તેની તપાસ શરુ રાખી હતી.
આ પણ વાંચો:સેલ્બી હોસ્પિટલનાં સીનીયર એક્ઝીક્યુટીવ અને મેડિક્લેમ મેનેજરે બનાવી મેડિક્લેમની ખોટી ફાઈલ, અને પછી…
આ પણ વાંચો:નકલી કોર્ટ સાથે હવે તો હોસ્પિટલ પણ નકલી,જાણો કઈ રીતે બહાર આવી હકીકત
