Ahmedabad News/ દિલ્હીના સ્ટાર્ટઅપ મહાકુંભમાં GTU વેન્ચર્સ ‘સ્પોર્ટોમિક’ને રાષ્ટ્રીય માન્યતા મળી

વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે ભારતીય નગરો અને શહેરોમાં રમતગમતને સુલભ બનાવવા માટે સ્પોર્ટોમિકના નવીન અભિગમની પ્રશંસા કરી હતી અને તેના મોડેલને દેશભરમાં

Gujarat Ahmedabad

Ahmedabad News: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) તેના ત્યાં GTU વેન્ચર્સમાં કાર્યરત સ્ટાર્ટઅપ સ્પોર્ટોમિક (Sportonomic)ને નવી દિલ્હીમાં આયોજિત પ્રતિષ્ઠિત સ્ટાર્ટઅપ મહાકુંભમાં રમતગમત અને ગેમિંગમાં “શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ’નો ખિતાબ મળ્યો છે. આ સ્પોર્ટોમિક (Sportonomic)ની સ્થાપના રાહુલ ઝુનઝુનવાલા દ્વારા કરવામાં આવી છે.

સ્પોર્ટોમિક (Sportonomic)ની દેશભરના 3000થી વધુ સ્ટાર્ટઅપ્સમાંથી પસંદ કરાઈ હતી અને તે દેશના ટોચના 50 સ્ટાર્ટઅપ્સમાંનાં એક તરીકે ઉભરી આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સ્ટાર્ટઅપ મહારથી ચેલેન્જમાં જીત મેળવનાર તે ગુજરાતનું એકમાત્ર સ્ટાર્ટઅપ હતું, આજે GTU વેન્ચર્સ અને સમગ્ર રાજ્યની ઇકોસિસ્ટમ માટે ગર્વની ક્ષણ બની છે. સ્ટાર્ટઅપનો આ એવોર્ડ કેન્દ્રના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ એક્સેલના ભાગીદાર પ્રશાંત બોટલના સહ-સ્થાપક અમન ગુપ્તાની ઉપસ્થિતિમાં અપાયો હતો.

વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે ભારતીય નગરો અને શહેરોમાં રમતગમતને સુલભ બનાવવા માટે સ્પોર્ટોમિકના નવીન અભિગમની પ્રશંસા કરી હતી અને તેના મોડેલને દેશભરમાં તેના વ્યાપકપણે અપનાવવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.

આ પ્રસંગે માન્યતાના ભાગ રૂપે સ્પોર્ટોમિકને તેની અસર અને પહોંચને વધારવા માટે DPIIT, ભારત સરકાર દ્વારા 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ એનાયત કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. રાજુલ કે. ગજ્જરે કહ્યું કે, “ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી વેન્ચર્સના ઇન્ક્યુબેટી સ્પોર્ટોમિકને સ્ટાર્ટઅપ મહાકુંભમાં સ્ટાર્ટઅપ મહારથી ચેલેન્જ જીત મેળવી તેમજ રાષ્ટ્રીય સ્તરે માન્યતા મેળવી ખુશી અનુભવી હતી. જી.ટી.યુ. વેન્ચર્સ સમગ્ર ગુજરાતમાં એક મજબૂત નવીનતા અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે, અને આ માન્યતા ઉચ્ચ-અસરકારક, સ્કેલેબલ સ્ટાર્ટઅપ્સને ટેકો આપવાના તેના મિશનને વધુ મજબૂત બનાવે છે.

@અનિતા પરમાર


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ ૨.૦નો શુભારંભ કરાવ્યો

આ પણ વાંચો:દેશમાં સ્ટાર્ટઅપ પોલિસીનું સફળ અમલીકરણ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત

આ પણ વાંચો:MSME ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત ૨૧.૮૨ લાખ ઉદ્યમ રજીસ્ટ્રેશન સાથે દેશમાં પાંચમાં ક્રમે; સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત દેશમાં પ્રથમ