Mehsana news/ મહેસાણા : વિસનગરના બિલ્ડર સાથે વિશ્વાસઘાત

સુરતના જયંતિ પટેલ અને કૌશિક પટેલે વિશ્વાસઘાત કર્યો

Gujarat Breaking News

Mehsana News : મહેસાણાના વીસનગરના એક બિલ્ડર સાથે વિશ્વાસઘાતનો મામલો સામે આવ્યો છે. જેમાં સુરતના જયંતિ પટેલ અને કૌશિક પટેલે વિશ્વાસઘાત કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જેમાં ઇન્કમટેક્ષ ની રેડ પડી હોવાથી આર્થિક તૂટી ગયા હોવાનું કહ્યું હતું. ત્યારબાદ ટુકડે ટુકડે રૂપિયા 21.65 લાખ મિત્રતામાં પડાવ્યા હતા.

રૂપિયા પરત માંગ્યા તો કોઈની થાર ગાડી વેચાણ પેટે આપી હતી. તે સિવાય બેન્ક બેલેન્સ વિનાના અર્પિત શાહના ચેક પણ આપ્યા હતા. બાદમાં ઉઘરાણી કરતા ખોટા આઈ.એ.એસ. સાથે વાત કરાવી હતી. જેમાં તેમણે ઋષભ રેડ્ડી નામના આઈ.એ.એસની ઓળખ આપી હતી.

આમ ખોટી ઓળખ આપી આરોપીઓએ રૂપિયા 79,000 રૂપિયા પડાવ્યા હતા. આ અંગે સંડોવાયેલા તમામ 4 ઈસમો સામે ગુન્હો નોધાયો છે. વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાવનગરમાં દીકરીના પ્રેમ સંબંધનો કરૂણ અંજામ! પિતા અને કાકાએ કરી હત્યા

આ પણ વાંચો:પ્રેમ સંબંધો પાછળ પુરુષો કેમ પૈસા વધુ ખર્ચે છે? કેમ લાગેલું છે ‘બેવફા’નું ટાઈટલ

આ પણ વાંચો:અમદાવાદ ક્રાઈમબ્રાન્ચમાં તબીબ મહિલાના મોતથી ખળભળાટ, મૃતક મહિલા અને P.I. વચ્ચે પ્રેમ સંબંધ…