Surat News/ સુરતમાં ACP જે.ટી. સોનારા સામે કેસ નોંધવા કોર્ટનો આદેશ

સુરતમાં કોવિડ સમયે કોવિડકાળ દરમિયાન પોલીસકર્મી દિલીપ રાઠોડ, સંજય કરજાણીયા, જય, વિપુલ આહીર અને હરદીપસિંહ સામે યુવકને ઢોર માર માર્યાનો આરોપ મૂકવામાં

Top Stories Gujarat Surat

Surat News: સુરત (Surat)માં કોવિડ (Covid) સમયે યુવકને ઝોર માર મારવા બદલ ACP જે.ટી. સોનારા સામે કેસ નોંધવા કોર્ટે આદેશ આપ્યો છે. કાપોદ્રા પોલીસ (Kapodra Police)ના 4થી 5 કર્મીઓ સામે આરોપ લાગ્યા હતા. પોલીસકર્મીઓને બચાવવા ACP સોનારાએ પગલાં લીધા ન હોવાથી સુરત કમિશ્નરને સમન્સ બજાવવા અદાલતે આદેશ આપ્યો છે.

સુરત (Surat)માં કોવિડ (Covid) સમયે કોવિડકાળ દરમિયાન પોલીસકર્મી દિલીપ રાઠોડ, સંજય કરજાણીયા, જય, વિપુલ આહીર અને હરદીપસિંહ સામે યુવકને ઢોર માર માર્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કાપોદ્રા પોલીસના 4 થી 5 કર્મીઓને બચાવવા બદલ ACP જે.ટી. સોનારા સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.  તપાસનો રિપોર્ટ કોર્ટમાં સબમીટ કરવા ACPને જણાવ્યું હતું. પોલીસકર્મીઓને બચાવવા ACP સોનારાએ પગલા નહોતા, મેડીકલ પુરાવા, ફોટોગ્રાફ્સ, કોલ રેકોર્ડ સહિતના નિવેદનો લીધા નહોતા.  ACP સોનારાએ બનાવની જગ્યાનું પંચનામું પણ કર્યું ન હતું. ACP સોનારાને સમન્સ બજાવવા સુરત CPને કોર્ટનો આદેશ આપવામાં આવ્યો છે. આગામી 16 મે ના રોજ કોર્ટમાં હાજર રહેવા ACPને આદેશ અપાયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગોધરા વડોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 4ના મોત

આ પણ વાંચો:રાજકોટ બસ અકસ્માતમાં ભાજપના આગેવાનને કોન્ટ્રાક્ટમાં વધુ રસ

આ પણ વાંચો:પાટણમાં સમી-રાધનપુર હાઇવે ગોઝારો અકસ્માત, 6ના મોત