Gujarat Weather News: હવામાન વિભાગે (IMD) આગાહી કરી છે કે, પવનની દિશા બદલાતાં 27 એપ્રિલ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે. મહિનાનાં છેલ્લા અઠવાડિયામાં 8 રાજ્યોના ઘણા ભાગોમાં ભારે વરસાદ (Heavy rainfall) પડી શકે છે. આગામી બે દિવસ ભાર વરસાદની કોઈ શક્યતા નથી. 1લી મેથી 5 મે સુધી વાતાવરણમાં ઠંડક ફેલાશે. ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ (Cloudy weather) રહેશે અને કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડશે. ઉત્તર ગુજરાતના પાટણ અને વાવ-થરાદ, કચ્છના રાપરમાં છુટાછવયા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે.
રાજ્યમાં અંગ દઝાડતી ગરમી (Heat)નો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં 9 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર થઈ ગયું છે, રાજકોટમાં સૌથી વધુ 43.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 41.3 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 40.5 ડિગ્રી તાપમાન, ડીસામાં 40.8 ડિગ્રી તાપમાન, ભુજમાં 42.0 ડિગ્રી તાપમાન, કંડલા એરપોર્ટમાં 43.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 43.1 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી તાપમાન, વલ્લભ વિદ્યાનગરમાં 39.9 ડિગ્રી તાપમાન, વડોદરામાં 39.8 ડિગ્રી તાપમાન રહ્યું છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન (Temperature) ઓછું રહેશે, પરંતુ ગરમ પવનોને કારણે ભીષણ ગરમી (Heatwave) પડવાની શક્યતાઓ જણાઈ રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઊથલપાથલ થઈ શકે છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં ચાલુ ઉનાળાની ઋતુ દરમિયાન અસહ્ય ગરમીને કારણે કામદારોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.
રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 8 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર થયું છે. રાજકોટમાં સૌથી વધુ તાપમાન 43 ડિગ્રી નોંધાયું છે, અમદાવાદમાં 41.7 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 4.8 ડિગ્રી તાપમાન, ડીસામાં 40.5 ડિગ્રી તાપમાન, ભુજમાં 41.5 ડિગ્રી તાપમાન, કંડલા એરપોર્ટમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે, અમરેલીમાં 41.1 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી તાપમાન, વડોદરામાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ગુજરાતમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર કરી ગયો છે, ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસે વાહનચાલકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમદાવાદમાં લગભગ 74 ટ્રાફિક સિગ્નલ બપોરે બંધ રહેશે, જેનો અર્થ એ થયો કે વાહનચાલકોને હવે તડકામાં સિગ્નલ પર ઊભા રહેવાની જરૂર રહેશે નહીં. બાકીના ચાલી રહેલા સિગ્નલોનો સમય પણ ઘટાડવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં કુલ 274 ટ્રાફિક સિગ્નલ છે, જેમાંથી 74 સિગ્નલો બપોરે 12 થી 4 વાગ્યા સુધી બંધ રહેશે. જ્યારે 200 સિગ્નલો સક્રિય રાખવામાં આવશે. સક્રિય સિગ્નલોનો સમય ઘટાડવામાં આવ્યો છે. તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચતાની સાથે જ કેટલાક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં સુધી ગરમી રહેશે, ત્યાં સુધી બપોરે સિગ્નલ બંધ રાખવામાં આવશે. આગામી દિવસોમાં, જે સિગ્નલો કાર્યરત છે તેમના પર પણ માંડવા લગાવવામાં આવશે, જેથી વાહનચાલકોને રાહત મળે.
આ પણ વાંચો:હવામાન વિભાગની આગાહી, તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો થશે વધારો
આ પણ વાંચો:ગુજરાતમાં ગરમીની ‘હીટ માર્ચ’ : મોટાભાગના વિસ્તારોમાં 40થી ઉપર તાપમાન
