Gujarat Weather/ ગુજરાતમાં તીવ્ર ગરમીનો પ્રકોપ યથાવત્, આટલા દિવસ IMDએ આપ્યું ઓરેન્જ એલર્ટ

26 થી 29 એપ્રિલ દરમિયાન પૂર્વ ભારત અને પૂર્વી ઉત્તર પ્રદેશના નજીકના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. મે મહિનામાં ધૂળની ડમરીઓ ઉડતી પણ જોવા

Top Stories Gujarat

Gujarat Weather News: ગુજરાતમાં તીવ્ર ગરમીનો પ્રકોપ યથાવત્ છે, સિઝનમાં પહેલીવાર તાપમાન 45 ડિગ્રીને પાર થયું છે, જ્યારે કંડલા એરપોર્ટ પર તાપમાન 45.6 ડિગ્રી નોંધાયું હતું અને રાજકોટ 44.4 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર બન્યું છે. રાજ્યભરમાં તીવ્ર ગરમીનો પ્રકોપ ચાલુ છે, જ્યારે 9 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 43.5 ડિગ્રી તાપમાન, ભુજમાં 43.8 ડિગ્રી તાપમાન, ડીસામાં 42.3 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 41.8 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 40.8 ડિગ્રી, વડોદરામાં 40.2 ડિગ્રી તાપમાન, નલિયામાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ-ગાંધીનગરમાં રાત્રે સૌથી વધુ ગરમી અનુભવાઈ રહી છે અને રાજ્યમાં લઘુત્તમ તાપમાન 27.4 ડિગ્રી નોંધાયું હતું.

હવામાન વિભાગની આગાહી મુજબ, સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ગરમ પવન ફૂંકાય તેવી શક્યતા છે. બે દિવસ સુધી તાપમાનમાં એક થી બે ડિગ્રીનો વધારો થશે અને વધુ ગરમી સહન કરવી પડશે. ઉત્તર-પૂર્વીય પવનોની સાથે ગરમી પણ વધશે. રાજ્યના 10 થી વધુ વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. ગઈકાલે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ​​અમદાવાદ શહેરમાં આગામી 7 દિવસ માટે ગરમીના મોજા માટે યલો અને ઓરેન્જ રંગના એલર્ટ જાહેર કર્યુ છે. આજથી 2 મે સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારબાદ 3 મેના રોજ ફરીથી યલો એલર્ટ આપવામાં આવશે. 26 થી 29 એપ્રિલ દરમિયાન પૂર્વ ભારત અને પૂર્વી ઉત્તર પ્રદેશના નજીકના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. મે મહિનામાં ધૂળની ડમરીઓ ઉડતી પણ જોવા મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગરમીનો પારો ઊંચે જશે! ધુમ્મસભર્યુ વાતાવરણ રહેશે

આ પણ વાંચો:ભીષણ ગરમીથી રક્ષણ મેળવવા આ 5 બાબતોનું રાખો ધ્યાન

આ પણ વાંચો:હવામાન વિભાગની આગાહી, તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો થશે વધારો