Vadodara News : વડોદરામાં નકલી બર્થ શર્ટિફિકેટનું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે. પાલિકાના સેશન્સ ઓફિસર શમિક જોષીએ આ કૈભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં બે લોકો આધાર કાર્ડની કામગીરી માટે આવ્યા ત્યારે આ કૌભાંડ ખુલ્યું હતું. રાબિયા અને કાસિદ સિદ્દીકી કામગીરી માટે આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
જેમાં પુરાવા રૂપે મૂકેલ જન્મનો દાખલો બોગસ હોવાનું બહાર આવ્યું છે. બંને માતા અને પુત્ર મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. આ અંગે પાલિકા અધિકારી સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. જેને આધારે વધુ તપાસ ચાલી રહી છે.
![]()
આ પણ વાંચો: ખેડામાં ફરીથી ઝડપાઈ નકલી ઘીની ફેક્ટરી! અગાઉ આ જ સ્થળે કરાઈ હતી કાર્યવાહી
આ પણ વાંચો: ખેડા : બોર્ડની પરીક્ષામાં ચોરીનો વિડીયો વાયરલ
આ પણ વાંચો: ખેડામાં પાંચ હજારની લાંચ લેતા તલાટી કમ મંત્રી ઝડપાયો
