Ahmedabad news અમદાવાદ જિલ્લામાં એક સાથે 2 જગ્યાઓ પર આગ (Fire) લાગવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં આગ (Fire) લાગવાથી અફડાતફડીનો માહોલ ફેલાઈ ગયો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદના વટવા GIDCમાં ભયંકર આગ (Fire) લાગી હતી.
વટવા ફેઝ 4માં સંકટ મોચન હનુમાન પાસે આવેલી ફેક્ટરીમાં કોઈ કારણોસર ભયંકર આગ લાગી હતી. જયશ્રી ઈન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં આગની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગની 5 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફેક્ટરી (Factory) માં આગ લાગતા તેના ધૂમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા હતા. ફાયર વિભાગે ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
જ્યારે એક અન્ય બીજો આગનો બનાવ અમદાવાદના પ્રહલાદનગરમાં બન્યો હતો. મળતી માહિતી મુજબ પ્રહલાદનગરમાં આવેલા વિનસ એટલાન્ટિસની બહાર આગ લાગી હતી. આ આગ એટલી ભયાનક હતી. જેના લીધે કુલ 10 જેટલા વાહનો બળીને ખાખ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તો આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી.
![]()
આ પણ વાંચો: અમદાવાદ: ગ્રામજનોની ફરિયાદ બાદ અમદાવાદના સાંસદે લખ્યો MLAને પત્ર
આ પણ વાંચો: Gujarat Universityનાં કુલપતિના ઘરે NSUIનો હોબાળો, પ્રોફેસરોને વધુ રૂપિયા આપવાનો આક્ષેપ
આ પણ વાંચો: ગુજરાત ગૌરવ દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાને રૂ.૬૪૪.૭૨ કરોડના વિકાસકામોની ધરી ભેટ
