Bhavnagar News: ભાવનગર (Bhavnagar)ના તળાજામાં મથાવાડા ગામે વૃદ્ધાની અજાણ્યા ઈસમો દ્વારા કરપીણ હત્યા (Murder) કરાઈ હતી. રાત્રિનાં સમયે મરીન પોલીસ મથકના વિસ્તારમાં હત્યા (Murder)નો બનાવ હતો. સમગ્ર મામલે મરીન પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ભાવનગરના તળાજામાં મથાવાડા ગામે મોડી રાત્રે 60 વર્ષીય રાજીબેન સોલંકી નામના વૃદ્ધાની નિર્મમ હત્યા (Murder) કરાતા ચકચાર મચી જવા પામી હતી. રાત્રિનાં સમયે મરીન પોલીસ મથકના વિસ્તારમાં હત્યાનો બનાવ હતો. સમગ્ર મામલે મરીન પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બહુ દુઃખની વાત છે કે એક બાજુ મહિલા અનામત અને ભારતના વિકાસની વાતો થઈ રહી છે ત્યારે દેશમાં માસૂમ બાળકીઓ, યુવતીઓ અને વૃદ્ધાઓ પર દુષ્કર્મના બનાવો વધ્યા છે. સુરક્ષા અને અનામતના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. ભાવનગરનાં તળાજામાં મથાવાડા ગામમાં વૃદ્ધાની અજાણ્યા ઈસમોએ હત્યા કરી દેતાં લોકોમાં ભય ફેલાયો છે.
આ પણ વાંચો:વડોદરામાં પોલીસ મૂકપ્રેક્ષક બની, વૃદ્ધાની ફરિયાદ લેવાના બદલે કલાકો સુધી બેસાડી રાખ્યા
આ પણ વાંચો:અમેરિકામાં ન્યુજર્સીમાં ભાડે રહેતા ગુજરાતી યુવકે ગુજરાતી વૃદ્ધાની હત્યા કરી
આ પણ વાંચો: પુર્વ વિસ્તારમાં વૃદ્ધાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી
