Gujarat News : રાજ્યમાં ફરી IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આજે 3 મે 2025ના રોજ ગુજરાતના 18 IASની એક સાથે બદલી કરવામાં આવી છે. જોકે, પંચાયત મંત્રી બચુ ખાબડના દીકરા સામે મનરેગા યોજનાના કેસમાં ફરિયાદી બનેલા DRDA દાહોદના બીએમ પટેલની બદલી કરવામાં આવી છે. જ્યારે ગીર સોમનાથના કલેક્ટર ડી.ડી. જાડેજાની ગાંધીનગર સાયન્સ અને ટેકનોલોજી વિભાગના મિશન ડિરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.
ગીર સોમનાથના દબંગ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ગાંધીનગર ખાતે બદલી કરાઈ. સોમનાથમાં ઐતિહાસિક ડિમોલિશન કામગીરી કરનાર અને પૂર્વ સાંસદ દિનુ સોલંકી સાથે વિવાદને લઈ ચર્ચામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે, 1 ફેબ્રુઆરી 2025ના રોજ રાજ્યમાં એક સાથે 59 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જ્યારે 5 અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો હતો. ત્યાર બાદ 21 ફેબ્રુઆરીના રોજ બે IAS અધિકારી મોના કે. ખંધાર અને મનીષા ચંદ્રાની બદલી કરવામાં આવી હતી. જ્યારે એચ.જે. પ્રજાપતિ, સી.સી. કોટક સહિતના 20 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું હતું.
ડી.ડી જાડેજાની ગાંધીનગર સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના મિશન ડિરેક્ટર તરીકે બદલી કરાઈ.
એન.વી. ઉપાધ્યાયની ગીર સોમનાથના કલેક્ટર તરીકે બદલી કરાઈ.
નિતીન વી. સાંગવાનની ગાંધીનગર રોજગાર અને તાલીમ નિયામક તરીકે બદલી કરાઈ.
સી.સી કોટકની અમદાવાદના સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA)ના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ તરીકે બદલી કરાઈ.
કુમારી વી.આઈ. પટેલને શહેરી વિકાસ કમિશનર અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં મૂકવામાં આવ્યા.
પી.એ. નિનામાને મહિલા અને બાળ વિકાસ ગૃહમાં ડિરેક્ટર તરીકે મુકવામાં આવ્યા.
બી.એમ. પટેલની શહેરી વિકાસ અને શહેરી હાઉસિંગ વિભાગના મ્યુનિસિપલ કોર્પોરેશનના રિજનલ કમિશનર તરીકે મુકવામાં આવ્યા.
જે.કે. જાદવને ગુજરાત સ્ટેટ ટ્રાઈબ ડેવલોપમેન્ટ રેસિડેન્સિયલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સોસાયટીના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર બનાવાયા.
આર.વી. વાળાને ગાંધીનગરના એડિશનલ ડેવલોપમેન્ટ કમિશનર બનાવાયા.
એન.એફ ચૌધરીને UGVCLના એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ વિભાગના મેનેજીંગ ડિરેક્ટ બનાવાયા.
એચ.પી. પટેલને જૂનાગઢના ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ ઓફિસર બનાવાયા.
ડી.કે બ્રહ્મભટ્ટને ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર બનાવાયા.
એમ.પી. પંડ્યાને ગાંધીનગર કો-ઓપરેટિવ સોસાયટીના રજિસ્ટ્રાર બનાવાયા.
કે.પી. જોશીને PGVCLના મેનેજીંગ ડિરેક્ટર બનાવાયા.
કવિતા રાકેશ શાહને ગાંધીનગર સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના ડિરેક્ટર બનાવાયા.
બી.ડી. દેવરાને વડોદરા શહેરી વિકાસ એન્ડ શહેરી હોઉસિંગ વિભાગના ચીફ એક્ઝિક્યૂટીવ ઓફિસર બનાવાયા.
એસ.કે. પટેલને રૂરલ હાઉસિંગ એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ વિભાગના મેનેજીંગ ડિરેક્ટર બનાવાયા.
પ્રીતિ શર્માને વડોદરાના એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ વિભાગના ડિરેક્ટર બનાવાયા.
![]()
આ પણ વાંચો: અમદાવાદ: ગ્રામજનોની ફરિયાદ બાદ અમદાવાદના સાંસદે લખ્યો MLAને પત્ર
આ પણ વાંચો: Gujarat Universityનાં કુલપતિના ઘરે NSUIનો હોબાળો, પ્રોફેસરોને વધુ રૂપિયા આપવાનો આક્ષેપ
આ પણ વાંચો: ગુજરાત ગૌરવ દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાને રૂ.૬૪૪.૭૨ કરોડના વિકાસકામોની ધરી ભેટ
