Gujarat Weather/ ગુજરાત માટે આજનો દિવસ ભારે! ભિલોડા યાર્ડમાં ખુલ્લામાં રાખેલો પાર્ક પલળ્યો

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં તોફાન સાથે વરસાદ (Heavy rain)ની આગાહી કરી છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન

Top Stories Gujarat

Gujarat Weather: ગુજરાતમાં આજે અનેક જીલ્લાઓમાં છુટોછવાયો વરસાદ (Scattered Rain) પડ્યો છે. ગિરનારમાં રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે. કમોસમી વરસાદથી ગુજરાતમાં આફત આવી છે. ગુજરાતમાં અનેક જીલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ઈન્ડિયન કોસ્ટગાર્ડે માછીમારોને સાવચેત રહેવાની ચેતવણી આપી છે. માવઠાથી ખેતીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, પરિણામે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. અમદાવાદનાં વિરમગામ, માંડલમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.

મહુવા માર્કેટિંગ યાર્ડમાં વરસાદની આગાહીના પગલે જણસીઓ ઢાંકીને સુરક્ષિત રાખવા સૂચના અપાઈ છે. 4થી 9મે સુધી વરસાદની આગાહીને લઇ ખેડૂતોને જણસીઓ પ્લાસ્ટિકથી ઢાંકવા સૂચના અપાઈ છે.

અમદાવાદ શહેરમાં આજે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. બનાસકાંઠાનાં દાંતીવાડામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છેે. પાંથાવાડા, દાંતીવાડા સહિતમાં મોડી રાત્રે વરસાદ પડ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે લગ્નગાળાની સીઝનમાં વરસાદ (Rain)થી અનેક લોકોને હાલાકી વેઠવી પડી છે. કમોસમી વરસાદ (Unseasonal Rainfall)થી ખેતીપાકને ભારે નુકસાનની ભીતિ રહી છે. ગરમી અને બફારા વચ્ચે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ ગઈ છે.

છોટાઉદેપુરમાં ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારે વાદળછાયું વાતાવરણ છવાયું છે. વરસાદના છાંટા પડતા ખેતીના પાકને નુકસાન થઈ શકે છે. માવઠા સાથે વરસાદી માહોલ બનતા ખેડૂતો ચિંતિત થયા છે. ઉકળાટ વચ્ચે વરસાદી છાંટા પડતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. લીંબડી, લખતર, નાની કઠેચી, ગડથલ, તલસાણા સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે. કમોસમી વરસાદના પગલે પાકને નુકસાનીની શક્યતા છે.

Gujarat weather forecast: Now, rains may rob Diwali of its dhamaka

બનાસકાંઠાનાં દાંતીવાડામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ (Unseasonal Rainfall)ની આગાહી કરવામાં આવી છેે. પાંથાવાડા, દાંતીવાડા સહિતમાં મોડી રાત્રે વરસાદ પડ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે લગ્નગાળાની સીઝનમાં વરસાદથી અનેક લોકોને હાલાકી વેઠવી પડી છે. કમોસમી વરસાદથી ખેતીપાકને ભારે નુકસાનની ભીતિ રહી છે. ગરમી અને બફારા વચ્ચે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ ગઈ છે. વરસાદ વરસતા બાજરી અને કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે.

મહેસાણાનાં ખેરાલુમાં મધરાત્રે વાતાવરણમાં પલટો આવ્યો છે. પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાનાં તલોદ પંથકમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, બીજી બાજુ કમોસમી વરસાદ (Unseasonal Rainfall) વરસતા ખેડૂતો ચિંતિત થયા છે. ઘઉં, બાજરી જેવા પાકોને નુકસાન થવાની શક્યતા છે. ખેડબ્રહ્મા, પોશીના તાલુકામાં મધરાત્રે તાલુકામાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે.

હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે ભર ઉનાળે વરસાદની આગાહી કરી છે. વંટોળ સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યમાં 50થી 60 કિલોમીટરની ઝડપે ભારે પવનો ફૂંકાશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતમાં વીજળીના કડાકા સાથે તોફાની-કમોસમી વરસાદ (Unseasonal Rainfall)ની આગાહી કરવામાં આવી છે.

3મે થી 10મે સુધી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની આગાહી કરવામાં આવી છે. 4મે થી 8મે સુધી સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ (Unseasonal Rainfall) પડશે. આજે કચ્છ અને બનાસકાંઠા, સાબરકાંઠા જીલ્લામાં પણ કમોસમી વરસાદ અને આવતીકાલે રાજ્યના 15 જીલ્લામાં માવઠાાની આગાહી આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં તોફાન સાથે વરસાદ (Heavy rain)ની આગાહી કરી છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન ફૂંકાશે.  કેટલાક વિસ્તારોમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે. કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થશે. આગામી 6થી 10 મે અતિભારે વરસાદ (Heavy rain)ની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માવઠું આવશે. બાગાયતી પાકોને અસર થાય તેવો કમોસમી વરસાદ પડશે. 11 મેના રોજ ભારે પવનથી શરૂ થશે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી (Pre-Monsoon Activity) શરૂ થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગરમીનો પારો ઊંચે જશે! ધુમ્મસભર્યુ વાતાવરણ રહેશે

આ પણ વાંચો:ભીષણ ગરમીથી રક્ષણ મેળવવા આ 5 બાબતોનું રાખો ધ્યાન

આ પણ વાંચો:હવામાન વિભાગની આગાહી, તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો થશે વધારો