અનેક યોજનાઓ અને સુવિધાઓને આધાર કાર્ડ સાથે લિંકઅપ કરવાના મુદ્દે અનેક PIL કરવામાં આવી છે. જેમાં પશ્ચિમ બંગાળની સરકારે પણ એક અરજી કરી હતી. જે અંગે સોમવારે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતાં મમતા બેનરજીની સરકારને ફટકાર લગાવી છે. અને કોઈ રાજ્ય કાયદાની વિરૂદ્ધમાં કઈ રીતે જઈ શકે છે તેવા સવાલો કર્યાં છે. હદિયાના પતિ દ્વારા કેરળ હાઈકોર્ટના ફેંસલા વિરૂદ્ધ અરજી કરવામાં આવી હતી, જેમાં હાઈકોર્ટે તેના લગ્ન જ કેન્સલ કરી દીધા હતા.
સુપ્રીમ કોર્ટે મમતા સરકારને ફટકાર લગાવતાં કહ્યું કે, “સંસદમાંથી પાસ થયેલાં કાયદાનું કઈ રીતે ઉલ્લંઘન કરી શકાય છે. સુપ્રીમે કોર્ટે વધુમાં કહ્યું કે, “જો સરકારના ફેંસલા પર આપત્તિ છે તો વ્યક્તિગત રૂપથી અરજી દાખલ કરવામાં આવે, કોઈ રાજ્ય કઈ રીતે કાયદાની વિરૂદ્ધમાં જઈ શકે છે
