Morbi News/ મોરબીમાં પેપરમિલમાં આગ ભભૂકી ઉઠી, કરોડોનો માલ નાશ પામ્યો

આગ લાગવાથી મિલમાલિકને ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

Gujarat

Morbi News: મોરબી (Morbi)માં અણિયારી ટોલનાકા નજીક ગઈકાલે પેપરમિલમાં બપોરે આગ (Fire) ભભૂકી ઉઠી હતી. ફાયરબ્રિગેડની ટીમે કલાકો સુધી આગને બૂઝાવવાના પ્રયત્નો કર્યા હતા. વિકરાળ આગથી ગોડાઉનમાં કરોડો રૂપિયાનો માલ નાશ પામ્યો હતો. આગ લાગવાથી મિલમાલિકને ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

માહિતી મુજબ મોરબીના માળિયા તાલુકામાં ખાખરેચી ગામનાં સીમમાં આવેલ લેમિટ પેપર મિલનો વેસ્ટ પેપરનાં જથ્થામાં અચાનક આગ લાગી હતી. કાસ્વા ટાઈલ્સનો શેડ ઘણો લાંબો હોઈ  આગને બૂઝાવવામાં કલાકો વીતી ગયા હતા. હાલ 50 ટકા કામ પૂરૂ થઈ ગયું છે, આગ પર કાબૂ મેળવી દેવાયો છે. 7 ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા જહેેમત કરી હતી. મોરબી, રાજકોટ, હળવદ, ધ્રાંગધ્રાના ફાયર વિભાગની ગાડીઓ પણ પાણીનો મારો ચલાવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં મોડી રાત્રે બે જગ્યાએ લાગી આગ, મોટી જાનહાનિ ટળી

આ પણ વાંચો:અમદાવાદના ઈન્દીરાબ્રીજ પાસ આવેલા ફલેટમાં લાગી આગ, બે બાળકો ફસાયા

આ પણ વાંચો:અમદાવાદના ખોખરામાં અનુપમ સિનેમા પાસે શરણમ-5 બિલ્ડિંગમાં આગ