Rajkot News/ રાજકોટમાં NEET પરીક્ષા પાસ કરાવાની ગેરંટી આપતી છેતરપિંડી કરતી ગેંગ વિરૂદ્ધ FIR

NEET પાસ કરી દેશની સારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવાનું વિદ્યાર્થીઓનું સપનું હોય છે.

Gujarat Top Stories Rajkot Breaking News

Rajkot News: NEET પરીક્ષા સારા માર્કે પાસ કરાવી દેવાના નામે પૈસા પડાવતી ગેંગ વિરૂદ્ધ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ (Rajkot Crime Branch)માં FIR નોંધાવવામાં આવી છે. જેતપુર તાલુકામાં રહેતા તુષાર વેકરિયાના પુત્રને MBBS, હોમિયોપોથી, આયુર્વેદિકની એન્ટ્રસ પરીક્ષામાં સારા માર્ક આપી ઉતીર્ણ કરાવાનું કહી રૂપિયા 30 લાખ પડાવ્યાની ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે (Rajkot Crime Branch) NEET પરીક્ષા (Exam) પાસ કરાવી દેવાના બહાને પૈસા પડાવતી ગેંગ સામે વિધિવત ગુનો દાખલ કર્યો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે (Rajkot Crime Branch) ધોરાજી, કર્ણાટક અને સુરતના પાંચ શખ્સોને પકડવા કવાયત શરૂ કરી છે.

NEET પાસ કરી દેશની સારી મેડિકલ કોલેજ (Medical College)માં અભ્યાસ કરવાનું વિદ્યાર્થીઓનું સપનું હોય છે. સારા ભવિષ્ય અને કારકિર્દી માટે વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતા સારૂં પરિણામ લાવવા એડીચોટીનું જોર લગાવી દેતા હોય છે. NEET પરીક્ષામાં ઊંચો ક્રમ લાવવો અઘરો હોય છે ત્યારે સારા માર્ક ન આવતા એડમિશન મળવું પણ કઠિન થઈ જાય છે. ગમે તે ભોગે ડોક્ટર બનવાનું સપનું પૂરૂ કરવા વિદ્યાર્થીઓ તેમજ તેમના માતાપિતાને લોભીયાઓ સારા સપના બતાવી છેતરપિંડી કરે છે તેવો કિસ્સો બહાર આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

શિક્ષણ (Education)ને હવે મામૂલી ગણી પૈસાથી બધું જ થઈ શકે તેમ સમજી રાજકોટ (Rajkot)માં 5 શખ્સોની ગેંગ સામે છેતરપિંડી(Fraud)નો ભોગ બનેલા ખેડૂતે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. જેતપુર (Jetpur) તાલુકામાં રહેતા તષાર વેકરિયાનાં પુત્રને MBBS, આયુર્વેદિક અને હોમિયોપોથીની પરિક્ષામાં સારા માર્ક અપાવી પાસ કરાવવાની લાલચ આપી ગેંગએ 30 લાખ રૂપિયા પડાવ્યા હતા. ફરિયાદીનાં જણાવ્યા અનુસાર વર્ષ 2024માં ફરિયાદીનો દીકરો દ્વિજ રોયલ એકેડમી કાલાવડ રડો પર અભ્યાસ કરતો હતો, તેને NEET પરીક્ષા પાસ કરાવવા રોયલ એકેડમી સ્કૂલના ચેરમેન રાજેશ પેથાણીને વાત કરતા તેમણે કહ્યું કે, તેઓ એક વ્યક્તિને ઓળખે છે જે આવી પરીક્ષાઓમાં વધારે માર્ક્સ અપાવવાનું કામ કરી આપે છે. તેના માટે 50 લાખ રૂપિયાની જરૂર પડે. બાદમાં રાજેશ પેથાણીએ ધવલ સંઘવી સાથે ફોન ઉપર વાત કરાવતા વધુ રૂપિયા આપી શકવામાં અસમર્થ હોઈ પહેલા અઠવાડિયામાં રૂપિયા 10 લાખ રોકડા આપ્યા હતા.

પછી બીજા 20 લાખ રૂપિયા રાજેશ પેથાણીને આપ્યા હતા. કુલ 30 લાખ રૂપિયા આપી પેથાણી અને સંઘવીનાં કહેવા અનુસાર બેલગાવ, કર્ણાટક ખાતે પરીક્ષા સેન્ટરમાં પરીક્ષા આપવા ગયા હતા. પરંતુ ફરિયાદીને ધવલ સંઘવીની વાત પર ભરોસો ન હોઈ દીકરાને જાતે પરીક્ષા આપવા સમજાવ્યો હતો. તેમના પુત્રએ પરીક્ષામાં સારા માર્ક સાથે ઉતીર્ણ થતાં પૈસા પરત માંગ્યા હતા. પરંતુ ધવલ સંઘવીએ ઉપરથી આવશે એમ પરત આપી દઈશું કહી ઘણો સમય થવા છતાં પૈસા ન મળતાં તપાસ શરૂ કરી હતી. પરંતુ બાદમાં પૈસા પાછા ન આપતાં રાજેશ પેથાણી, ધવલ સંઘવી, વિપુલ તેરૈયા અને તેા ભાઈ પ્રકાશ તેરૈયા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. NEET 2025 ની પરીક્ષા પહેલા પણ આ ગેંગએ અનેક લોકોને છેતર્યા હોય તેવી શંકાના આધારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે (Rajkot Crime Branch) સઘન તપાસ શરૂ કરી છે.

રાજકોટ રાજેશ પેથાણીની રોયલ એકેડમી ખાતે આવેલ અને ફરિયાદીને મળી થોડો સમય માંગેલ અને ચિંતા ન કરતા તમને તમારા રૂપિયા પરત મળી જશે. સમય જતાં રૂપિયા મળેલ નહી જેથી તેરૈયા બંધુને ફોન કરી મારા રૂપિયા આપવાનુ કહેતા તેઓએ કહેલ કે, આ રૂપિયા મનજીત જૈન કે જેઓ કર્ણાટક બેલગાવના છે તેમને આપેલ છે, જે પરત આપતો નથી એટલે આ રૂપિયા તમને પરત આપી શકતા નથી તે રૂપિયા પરત આવે એટલે અમે તમને પરત આપી દઈશ. પરંતુ ઘણો સમય પસાર થઈ જતા રૂપિયા પરત આવેલ નહી જેથી આરોપીઓએ મળી તેઓના દિકરાને એમબીબીએસ મેડિકલ એન્ટ્રેસ (NEET)ની પરીક્ષામાં સારા માર્ક અપાવવાનું કહીં રૂ 30 લાખ લીધેલ હોય, જે રૂપિયા પરત ન કરી છેતરપીંડી આચરતાં ફરીયાદ નોંધાવી હતી.બનાવ અંગેની ફરીયાદ પરથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુનો નોંધી પીએસઆઈ એ. એન.પરમાર અને ટીમે આરોપીને સકંજામાં લેવાં તજવીજ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આજે સમગ્ર દેશમાં NEETની UG પરીક્ષા, 23 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

આ પણ વાંચો:NEETમાં પાસ કરાવવાના કૌભાંડનો થયો પર્દાફાશ, વાલીએ CBI અને શિક્ષણમંત્રીને કરી ફરિયાદ

આ પણ વાંચો:NEET UG પરીક્ષા પેટર્નમાં મોટો ફેરફાર, વૈકલ્પિક પ્રશ્નો દૂર કરાયા, સમય પણ ઘટ્યો