Amreli news હાલ બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સામે આવી રહી છે ત્યારે દરિયા કાંઠાની સુરક્ષા માટે પણ સેના એટલી જ પ્રતિબદ્ધ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમરેલીના રાજુલા અને જાફરાબાદના દરિયા કિનારે સુરક્ષા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. ત્યારે જિલ્લા પ્રભારી સચિવ સંદીપ કુમારના વડપણ હેઠળ એક બેઠક યોજાઈ હતી.
જાફરાબાદ અને રાજુલા વહીવટી તંત્ર, કોસ્ટ ગાર્ડ, પીપાવાપ પોર્ટ, ખાનગી કંપની, ફિશરીઝ ડિપાર્ટમેન્ટ તેમજ મરીન પોલીસના અધિકારીઓ હાજર રહ્યા હતા.તો આ બેઠકમાં બોટ એસોસિએશનના પ્રતિનિધિઓ અને સ્થાનિક આગેવાન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મરીન પોલીસ અધિકારીઓએ સૂચના આપી હતી કે, દરિયામાં કોઈ માછીમારોને પાકિસ્તાની સબમરીન કે અન્ય કોઈ સંદિગ્ધ સાધનો જોવા મળે તો કોસ્ટગાર્ડ અને સ્થાનિક પોલીસને તાત્કાલિક જાણ કરવા જણાવ્યું હતું.
અધિકારીઓ દ્વારા જાફરાબાદ જેટી ખાતે લાંગરેલી બોટના માછીમારો સાથે એક અલગથી જ બેઠક યોજી હતી. તો અધિકારીઓએ માછીમારોને કોઈ પણ ડર વગર સાવચેતી રાખવાની સૂચનાઓ આપી હતી. માછીમારોની બેઠકમાં રાજુલા- જાફરાબાદના પ્રાંત અધિકારી ડો. મેહુલ બરાસરા સાથે મત્સ્યોદ્યોગ અને ફાયર વિભાગના અધિકારીઓએ ખાસ હાજરી આપી હતી.
આ પણ વાંચો:‘ઓપરેશન સિંદૂર’ પછી પાકિસ્તાનમાં ભયનો માહોલ, ઘણા શહેરોમાંથી વિસ્ફોટના સમાચાર આવ્યા
આ પણ વાંચો:સર્વપક્ષીય બેઠકમાં રાજનાથ સિંહનું મોટું નિવેદન, કહ્યું- “પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન હજુ પણ યથાવત્”
