Gujarat News/ CM ભુપેન્દ્ર પટેલ સાથે PMએ ટેલિફોનિક વાતચીત કરી, સુરક્ષા મુદ્દે માર્ગદર્શન આપ્યું

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરક્ષાને લઈને ટેલિફોનિક વાતચીત કરી હતી.

Gujarat Top Stories Others

Gujarat news ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવે યુદ્ધનું સ્વરુપ ધારણ કરી લીધું છે. જેથી ગુજરાતના સરહદી જિલ્લાઓની સુરક્ષા અંગે, લોકોની સુરક્ષા અંગે તાકીદ લેવાઈ છે. ત્યારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દ્વારા તેની સમીક્ષા કરાઈ છે.

 મુખ્યમંત્રીએ ટ્ટિટ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર માહિતી આપી હતી કે, ટેલિફોનિક વાતચીત દરમિયાન સરહદ પર સર્જાયેલી પ્રવર્તમાન તણાવની સ્થિતિમાં ગુજરાતની સરહદી રાજ્ય તરીકેની સજ્જતા તથા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા આગોતરા આયોજનની વિગતો મેળવી હતી અને આ સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન એ ખાસ કરીને પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં નાગરિકોની સુરક્ષા સલામતીના રાજ્ય સરકાર દ્વારા લેવાયેલાં પૂરતાં પગલાઓ અંગેની પણ વિગતો મેળવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘ઓપરેશન સિંદૂર’ પછી પાકિસ્તાનમાં ભયનો માહોલ, ઘણા શહેરોમાંથી વિસ્ફોટના સમાચાર આવ્યા

આ પણ વાંચો:શું ઓપરેશન સિંદૂર હજુ પણ અધૂરું છે? ભારતનું આગામી લક્ષ્ય જોઈને લશ્કર, જૈશ અને પાકિસ્તાન ગભરાટમાં, કોણ હશે નિશાના પર

આ પણ વાંચો:સર્વપક્ષીય બેઠકમાં રાજનાથ સિંહનું મોટું નિવેદન, કહ્યું- “પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન હજુ પણ યથાવત્”