Vadodara News: વડોદરા (Vadodara)માં સંગમ ચાર રસ્તા પાસે રાત્રિના સમયે સુતેલી યુવતીની છેડતી (Harassment)નો બનાવ બનતાં રસ્તા પર જ રોમિયોને બરોબરનો પાઠ ભણાવવામાં આવ્યો હતો. પરિવારે કંટ્રોલરૂમમાં અનેક ફોન કરવા છતાં પોલીસ સમયસર ન પહોંચતા હોમગાર્ડે નશેડીને પોલીસ સ્ટેશન ભેગો કર્યો હતો.
વડોદરામાં સંગમ ચાર રસ્તા પાસે રાત્રે સમયસર પરિવાર જાગી જતા દીકરીની લાજ બચી ગઈ હતી. રોડ પર સુતેલી યુવતીની નશાની હાલતમાં રોમિયોએ છેડતી કરી હતી. જોકે, પરિવાર જાગી જાતા દીકરીની ઈજ્જત બચી ગઈ હતી. રાહદારીઓએ રોડ રોમિયોને મેથીપાક ચખાડ્યો હતો. મોડીરાત્રે પરિવારે કંટ્રોલરૂમમાં અનેક ફોન કર્યા હતા. પરંતુ પોલીસ સમયસર ન પહોંચતા હોમગાર્ડે નશેડીને પોલીસ સ્ટેશન ભેગો કર્યો હતો. હાલ સમગ્ર મામલો કુંભારવાડા પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. પરિવારનું કહેવું છે કે જો રાત્રે પોલીસ પેટ્રોલિંગ કરતી હોય તો આવી ઘટના ન બનતી.
આ પણ વાંચો:વડોદરામાં પણ કરો ચંડોળા તળાવ જેવી કાર્યવાહી
