Ahmedabad News/ અમદાવાદના જુહાપુરામાંથી મેફેડ્રોનના જથ્થા સાથે 23.78 લાખનો મુદ્દામાલ કબજે

SMCએ બે શખ્સોની ધરપકડ કરી, એક આરોપી ફરાર

Gujarat Ahmedabad

Ahmedabad News : સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC)ના અધિકારીઓએ માહિતી મળી હતી કે કેટલાક શખ્સો સરખેજ જુહાપુરા રોડ પર બ્લ્યુ વોટર ટાવર પાસે ડ્રગ્સનો જથ્થો સંતાડીને બેઠા છે. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડી બે શખ્સોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી પોલીસે રૂ.9,97,700 ની કિંમતનો 97.970 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો હતો.

પોલીસે તેમની પાસેથી મેફેડ્રોનનો જથ્થો, ચાર મોબાઈલ, રૂ.23,000 રોકડા, બે વાહનો વગેરે મળીને કુલ રૂ. 23,78,700 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં મેફેડ્રોનનો જથ્થો વેચનાર સરખેજ જુહાપુરાના અંબા ટાવરમાં રહેતા અલ્તાફ એસ.શેખ અને સરખેજ ધોળકા રડ પર સિધ્ધિ વિલામાં રહેતા પાર્થ આર.પટેલની ધરપકડ કરી હતી.

જ્યારે મામા નામનો રાજસ્થાનનો શખ્સ ફરાર થઈ જતો પોલીસે તેની શોધ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કચ્છમાં ઈન્ડિયા બ્રિજ બોર્ડર પાસેથી શંકાસ્પદ વસ્તુમાં વિસ્ફોટ, લોકોમાં ભયનો માહોલ

આ પણ વાંચો:કચ્છમાં વિદ્યાસહાયકની સ્પેશિયલ ભરતીને લઈ જાહેરાત

આ પણ વાંચો:કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા, ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માવઠું આવશે