Ahmedabad News/ અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ગ્રામ્ય, પશ્ચિમ અને પૂર્વમાં ભારે વંટોળ સાથે વરસાદ

અમદાવાદના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો છે. પવનની સાથે-સાથે ધૂળ અને માટીની ડમરીઓ ઉડી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો છે. પવનની સાથે-સાથે ધૂળ અને માટીની ડમરીઓ ઉડી છે. અમદાવાદ ગ્રામ્ય અને ઓઢવમાં વરસાદી ઝાપટા પડ્યા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત અમદાવાદ પૂર્વ અને પશ્ચિમમાં પણ ભારે વંટોળની સાથે વરસાદ પડ્યા હોવાના અહેવાલ છે.

અમદાવાદના બોપલ-ઘુમા, ઇસ્કોન, સોલા, ડ્રાઇવઇન-, અંજલિ ચારરસ્તા સહિતના વિસ્તારો વરસાદના કારણે પાણીથી તરબોળ થઈ ગયા હતા. કેટલાય સ્થળોએ ટુ-વ્હીલરચાલકો પણ લપસી પડ્યા હોવાના અહેવાલ છે.  ભારે વરસાદ અને વાવાઝોડાના  લીધે પીએમ મોદીના સ્વાગતમાં લગાવવામાં આવેલો મંડપ તૂટી ગયો હતો, ભાજપના બેનરો ઉખડી ગયા હતા. ઓપરેશન સિંદૂરના જે બેનરો લગાવાયા હતા. તે ઉખડી ગયા હતા.

અમદાવાદમાં વંટોળ સાથે વરસાદ પડવાના પગલે કેટલાય વિસ્તારોમાં લાઇટો બંધ થઈ ગઈ છે. સ્ટ્રીટ લાઇટો તો જાણે બંધ થવા માટે રાહ જ જોતી હોય તેમ જરા વરસાદ પડેને બંધ થઈ જાય છે. શહેરનો મોટો હિસ્સો પહેલાં જ વરસાદમાં જાણે અંધારામાં ડૂબી ગયો હોય તેમ લાગે છે. અમદાવાદના ક્રીમ વિસ્તાર કહેવાતા બોપલ અને ઘુમા થોડા જ વરસાદમાં અંધારામાં ડૂબી ગયા છે.

સરકારે પાક. પર હુમલા વખતે બ્લેકઆઉટની જાહેરાત કરી હતી, અહીં વરસાદે વગર જાહેરાતે અમદાવાદમાં બ્લેકઆઉટ લાવી દીધું છે. લાઇટ જવાના પગલે સૌથી વધુ તકલીફ રહેણાક વિસ્તારો અને હોસ્પિટલોને થઈ હતી. હોસ્પિટલોએ તાત્કાલિક જનરેટર મોડ પર શિફ્ટ થવું પડ્યું હતું અથવા તો પાવર બેકઅપથી કામ ચલાવવું પડ્યું હતું.

હજી તો ચોમાસુ આવ્યા પહેલાં આ સ્થિતિ છે, તો ચોમાસુ આવ્યા પછી શું સ્થિતિ હશે તે કલ્પના કરવી રહી. હજી તો કેટલાય સ્થળોએ સ્થળોએ ખાલી ઝાપટા પડ્યા તેમા તો છલોછલ પાણી ભરાઈ ગયા અને લાઇટ જતી રહી. હવે તંત્ર વરસાદનો સામનો કરવા આગામી દિવસોમાં કયા પ્રકારનો એકશન પ્લાન અમલમાં બનાવશે તે જોવાનું રહે છે. થોડા ગણા વરસાદમાં પણ જો તંત્રની કામગીરી જવાબ દઈ જતી હોય તો આગામી દિવસોમાં ચોમાસાની સીઝનમાં શું-શું થશે તેની કલ્પના કરવી રહી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  અમદાવાદમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ પડતા પાણી ભરાયા, ટ્રાફિક વ્યવહાર ખોરવાયો

આ પણ વાંચો: અમદાવાદ ગ્રામ્યમાં મોડી રાત્રે ધીમી ધારે વરસ્યો વરસાદ, ખેડૂતોમાં ચિંતા

આ પણ વાંચો: અમદાવાદમાં ધીમી ધારે વરસાદ, આ જીલ્લાઓ પણ ભીંજાયા, IMDની વરસાદને લઈ મોટી આગાહી