PM Modi Gujarat Visit Live: PM મોદી વડોદરામાં રોડ શો કર્યા બાદ દાહોદ (Dahod) પહોંચ્યા છે. જ્યાં તેઓ રેલ્વે એન્જિન ( 9000 HCH ) ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યુ છે. PM મોદીએ રેલવે સહિત 24 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યુ છે. PM નરેન્દ્ર મોદી તેમની મુલાકાત દરમિયાન ગુજરાતના 82950 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યો ભેટ આપશે.
પહેલગામ હુમલા (Pahalgam Attack)નો ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) દ્વારા પાકિસ્તાન (Pakistan)ને યોગ્ય જવાબ આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે પહેલી વાર ગુજરાત પહોંચ્યા હતા. જ્યાં તેમનું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું. ‘ ઓપરેશન સિંદૂર ‘ માટે PM મોદીને સિંદૂરનાં પોશાકમાં 25,000 થી વધુ મહિલાઓએ સન્માનિત કર્યા હતા.
PM મોદી દાહોદથી ભૂજ (Bhuj) જવા રવાના થશે. બાદમાં બપોરે ભુજમાં રોડ શો કરશે, સાંજે 4 વાગ્યે ભુજમાં સભાને સંબોધિત કરશે અને 53,414 કરોડ રૂપિયાના 33 વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે.
PM મોદી કચ્છના ભૂજથી સાંજે 6.30 વાગ્યે અમદાવાદ પહોંચશે. પછી તેઓ અમદાવાદ (Ahmedabad) એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો કરશે. આ રોડ શો માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રાફિક ડાયવર્ઝન અને સુરક્ષા વ્યવસ્થા સાથે રસ્તો દેશભક્તિના રંગોમાં રંગાઈ ગયો છે. આમાં ‘ઓપરેશન સિંદૂર’નો પડઘો અને સેનાની બહાદુરી દર્શાવવામાં આવી છે. ઘણી જગ્યાએ સ્ટેજ બનાવવામાં આવ્યા છે. જ્યાં રંગારંગ કાર્યક્રમો યોજાશે. PM મોદી લોકોના અભિવાદન સ્વીકારશે. રોડ શો પછી ગાંધીનગરમાં રાત્રિ રોકાણ કરશે. બીજા દિવસે 27 મેના રોજ સવારે 11 વાગ્યે તેઓ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના કાર્યક્રમમાં હાજરી આપશે અને 5,536 કરોડ રૂપિયાની યોજનાઓનું લોકાર્પણ કરશે. બાદમાં તેઓ દિલ્હી જવા રવાના થશે.
આ પણ વાંચો:અમદાવાદ શહેરમાં ઓપરેશન સિંદૂરની સફળતાની જોવા મળી ઝાંખી
આ પણ વાંચો:PM મોદી આશાપુરા ધામને આપશે વિકાસકાર્યોની મોટી ભેટ, ચાચરા કુંડનો જીર્ણોદ્ધાર
