Ahmedabad News: અમદાવાદમાં વરસાદ પડ્યો નથી અને હજી ચોમાસુ બેઠું નથી ત્યાં જૂના મકાનો ધરાશાયી થવાના સમાચાર સામે આવવા લાગ્યા છે. અમદાવાદમાં કોટ વિસ્તારમાં ધનાસુથારની પોળમાં મકાન ધરાશાયી થયું હતું. મકાન તૂટી પડવાના લીધે બે મહિલાના કાટમાળ નીચે દટાઈ હતી, જેમા એક મહિલાને બચાવી લેવામાં આવી છે. જ્યારે અન્ય એક 30 વર્ષની મહિલાનું કાટમાળમાં દબાઈ જવાના લીધે મોત થયું છે.
અમદાવાદમાં મકાન તૂટી પડવાના પગલે તરત ફાયરબ્રિગેડની ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેઓએ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. તેની સાથે એનડીઆરએફની એક ટુકડી પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી કરવા લાગી હતી. તેના કારણે એક મહિલાનો જીવ બચાવી લેવામાં આવ્યો છે, પરંતુ તે ઇજા પામી છે.
https://www.facebook.com/watch/?v=1743866449574088
મકાન તૂટી પડતા પાડોશીઓ પણ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને તેમણે 108ને પણ બોલાવી લીધી હતી. જો કે 108 હોવા છતાં એક મહિલાનો ગંભીર રીતે ઇજા પામી હોવાથી તેનો જીવ બચાવી શકાયો ન હતો. જ્યારે બીજી મહિલાને તાત્કાલિક સારવાર આપીને હોસ્પિટલ મોકલી આપવામાં આવી છે. પાડોશીઓનું કહેવું છે કે અમદાવાદની પોળોમાં આવા કેટલાય મકાનો જર્જરિત સ્થિતિમાં છે અને તેમા રહેનારાઓ માટે જાણે એક મોત રાહ જોતું હોય તેવી પરિસ્થિતિ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ જો આ જર્જરિત મકાનોને લઈને તાકીદે કાર્યવાહી નહીં કરે તો આગામી સમયમાં આ પ્રકારની દુર્ઘટનાઓનું પુનરાવર્તન રોકી નહીં શકાય. તેના કારણે વધુને વધુ જાનહાનિની સંભાવના રહેલી છે. આ વખતે પણ ચોમાસુ જબરદસ્ત રહેવાની આગાહી છે. આ સંજોગોમાં જર્જરિત મકાનોને લઈને તંત્ર યોગ્ય પગલાં ભરે તે સમયની માંગ છે. આ પ્રકારની પરિસ્થિતિ આ ચોમાસાની તો છે જ નહી, દરેક વખતે આવતા ચોમાસાની છે.
આ પણ વાંચો:વરસાદ આ વર્ષે વહેલો નહીં આવે! 24 કલાકમાં ભારે વર્ષાનું એલર્ટ
આ પણ વાંચો:વરસાદનું સંકટ યથાવત્, વંટોળ સાથે વરસાદ પડતા ભારે નુકસાન
આ પણ વાંચો:કેરળ અને મહારાષ્ટ્રમાં ચોમાસાની દસ્તક પછી વાવાઝોડાં અને ભારે વરસાદની ચેતવણી
