Kutch News : કચ્છના અંજાર તાલુકામાં પાલક પિતાએ જ પોતાના પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પાલક પિતાએ પુત્ર ગૂમ થઊ ગયાનું નાટક રચ્યું હતું પરંતુ પલીસે લાલ આંખ કરતા તે ભાંગી પડ્યો હતો. બાદમાં તેણે પોતાનો ગુનો કબુલી લેતા પોલીસે ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી હતી.અંજાર તાલુકાના માથક ગામે ઇન્ડસ્ટ્રીઝ બેગ પેકેજીંગ કંપનીની કોલોનીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના દંપતી વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. બાદમાં સંબંધીત દંપતિ પૈકીના પતિ ખેતસિંગ દેવીસિંગ આહિરવાલ નામના ઇસમે પત્નીના આગલા ઘરના સંતાન એવા પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવવાની પોલીસને જાણ થતા આદિપુર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો.
બનાવની પ્રાપ્ત વિગતો પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના હાલે માથક ગામે ઇન્ડસ્ટ્રીયલ બેગ પેકેજીંગ કંપનીની કોલોનીમાં રહેતા ખેતસિંગ ડેવિસિંગ આહિરવાલ અને તેની પત્ની પૂજાબેન તથા રાહુલ ઉંમર વર્ષ 6 રહેતા હતા આરોપી ખેતસિંગએ પૂજાબેન સાથે ચાર મહિના અગાઉ લગ્ન કર્યા હતા. આ પહેલા પૂજાબેનને કુલ મળીને ત્રણ સંતાનો હતા જે પૈકી બે સંતાનો દાદા દાદી પાસે હતા…
પૂજાબેનના આગલા પતિનું છ વર્ષ અગાઉ અવસાન થયા બાદ પૂજાબેનએ ચાર મહિના અગાઉ ખેતસિંગ આહિરવાલ સાથે લગ્ન કર્યા હતા અને લગ્ન સમયે પોતાના ત્રણ સંતાનો પૈકી છ વર્ષના રાહુલને પોતાની સાથે લાવી હતી આ બાબતે પતિ પત્ની વચ્ચે મગજમારી ચાલતી હતી અને આરોપી ખેતરસિંગએ પત્ની પૂજાબેનને તેનું સંતાન દાદા દાદી પાસે મૂકી આવવા સતત દબાણ કરતો હતો અન્યથા તે રાહુલને મારી નાખશે તેવી ધમકી પણ આપતો હતો. દરમિયાન ગઈકાલે 30 મી તારીખે પૂજાબેન નિત્યક્રમ પ્રમાણે નોકરીએ ગયા હતા.
તે સમયે ઘરે પુત્ર રાહુલ અને પતિ ખેતસિંગ હાજર હતા તે દરમિયાન ખેતરસિંગએ મારી તબિયત બરાબર નથી એમ કહી નોકરીએ આવીશ નહીં તેવું પત્નીને કહ્યા બાદ સવારે 10:00 વાગે રાહુલ મળતો નથી તેમ જણાવીને અન્ય લોકોની સાથે રાહુલની શોધખોળનું નાટક કરવા લાગ્યો હતો આ અંગે કંપનીના સિક્યુરિટી ગાર્ડ અને અન્ય લોકોને જાણ કરાયા બાદ જાણવા મળ્યું કે સાંજના સમયે કંપનીના કર્મચારીઓ એક કેમેરા ચેક કર્યા હતા જેમાં પૂજાબેન 08:00 વાગે નોકરીએ ગઈ તેના અડધા કલાક બાદ ખેતસિંગ અને રાહુલ સાથે જતા દેખાયા હતા પરંતુ ખેતસિંગ પરત આવ્યો ત્યારે રાહુલ તેની સાથે દેખાયો નહોતો.
CCTV કેમેરાના આધારે આદિપુર પોલીસે ઝીણવટ પૂર્વક તપાસ કરતા આખરે આ હત્યાનો ભાંડો ફૂટ્યો હતો અને રાહુલની લાશ કંપનીથી થોડે દૂર પાણી ભરેલા ખાડામાં તરતી જોવા મળી હતી આ અંગે પોલીસને જાણ કરાયા બાદ આદિપુર પોલીસે ખૂબ ઝડપથી આરોપી ખેતસિંગની ધરપકડ કરી તેની આગવી પૂછપરછ કરતા આખરે તે ભાંગી પડ્યો હતો અને રાહુલને તેણે મોતને ઘાટ ઉતાર્યાની કબુલાત કરી લીધી હતી. આદિપુર પોલીસે પૂજાબેનની ફરિયાદના આધારે હત્યાની કલમ હેઠળ આરોપી પાલક પિતા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ
આ પણ વાંચો:બોગસ બિલિંગના એપી સેન્ટર ભાવનગરમાં ઝડપાયું વધુ એક કૌભાંડ, હવે સેન્ટ્રલ GST દ્વારા ઓપરેશન….
આ પણ વાંચો:ગ્રાહકો પણ ક્રેડિટ કાર્ડ ડ્યુ ડેટ અને બિલિંગ સાઇકલ નક્કી કરી શકશે!
