Gujarat Weather:અમદાવાદમા વરસાદનું આગમન થતાં IPL ફાઈનલ મેચમાં વરસાદી સંકટ સર્જાયું છે. ત્યારે અમદાવાદમા અલગ અલગ જગ્યાએ વરસાદ થતાંજ ગરમી માથી લોકોને અમુક અંશે રાહત મળી છે. ત્યારે સેમી ફાઈનલ (Semi Final)માં વરસાદ પડતાં મેચ 2 કલાક મોડી શરૂ થઈ હતી. હવામાન વિભાગે (IMD) અમદાવાદ (Ahmedabad)માં વાદળછાયું વાતાવરણ (Cloudy Weather) રહેવાની આગાહી કરી છે. આજે પણ મેચને વરસાદનું ગ્રહણ લાગી શકવાની સંભાવના છે. 6 જૂન સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હવામાનમાં ફેરફાર થયો છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
હવામાન વિભાગ (IMD)ના ડિરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે દક્ષિણ ભારતમાં રચાયેલી સિસ્ટમને કારણે 15 જૂન પહેલા વરસાદનું આગમન થવાનું હતું, પરંતુ હવે દક્ષિણ ભારતમાં તેની ગતિ ધીમી પડી ગઈ છે. મહારાષ્ટ્રની આસપાસ સક્રિય ચક્રવાતી પરિભ્રમણ (Cyclonic Circulation System) સિસ્ટમ ધીમી પડી જવાને કારણે દક્ષિણ ભારત તરફ વરસાદની ગતિ ધીમી પડી ગઈ છે. આને કારણે, ગુજરાત રાજ્યમાં વરસાદનું આગમન, જે સમય પહેલા થવાનું હતું, તે હવે સમયસર થવાની સંભાવના છે.
15 જૂન પછી વરસાદનું જોર વધશે. આ વર્ષે જૂનમાં ગુજરાતમાં વરસાદની આગાહી દર વર્ષ કરતા વધુ છે, જેના કારણે સારા ચોમાસાની આશા જાગી છે. જૂન મહિનામાં સરેરાશ મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ વરસાદ પડે છે. ચોમાસું જૂનમાં શરૂ થાય છે અને સામાન્ય રીતે અડધા મહિના પછી વધુ વરસાદ પડે છે, તેથી રાજ્યમાં જૂનમાં સરેરાશ વરસાદ ઓછો હોય છે.
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે.
આ પણ વાંચો:ગુજરાતમાં ઉનાળામાં ઠંડા પવનનો કહેર! ‘6 જૂન સુધી હળવો વરસાદ પડશે’: IMD
