Vadodara News: વડોદરાનાં ડભોઈ (Dabhoi)માં લાલ બજાર, વડોદરી ભાગોલ અને ડેપો જેવા વિસ્તારોમાં પવન સાથે હળવો વરસાદ (Light Rain) પડ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે જુવાર અને ડાંગર જેવા ઉનાળુ પાકને નુકસાન થવાની સંભાવના છે. ખેતરોમાં ઉભા પાકને નુકસાન થવાની સંભાવના છે.

વડોદરા શહેરમાં વહેલી સવારથી હળવો વરસાદ (Light Rain) પડ્યો હતો. જેના કારણે ડભોઈ (Dabhoi Rain) શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું. રસ્તાઓ પર પાણી વહેવાથી વાહનચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ઠંડા વાતાવરણને કારણે શહેરમાં ઠંડકનો માહોલ હતો. વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં વીજ જોડાણ ખોરવાઈ જવાથી લોકોને અંધારામાં રહેવું પડ્યું હતું, જેના કારણે ખેડૂતોએ સરકાર પાસે વળતરની માગ કરી છે.
હવામાન વિભાગ (IMD)ના ડિરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે દક્ષિણ ભારત (South India)માં રચાયેલી સિસ્ટમને કારણે 15 જૂન પહેલા વરસાદનું આગમન થવાનું હતું, પરંતુ હવે દક્ષિણ ભારતમાં તેની ગતિ ધીમી પડી ગઈ છે. મહારાષ્ટ્રની આસપાસ સક્રિય ચક્રવાતી પરિભ્રમણ (Cyclonic Circulation System) સિસ્ટમ ધીમી પડી જવાને કારણે દક્ષિણ ભારત તરફ વરસાદની ગતિ ધીમી પડી ગઈ છે. આને કારણે, ગુજરાત રાજ્યમાં વરસાદનું આગમન, જે સમય પહેલા થવાનું હતું, તે હવે સમયસર થવાની સંભાવના છે.

15 જૂન પછી વરસાદનું જોર વધશે. આ વર્ષે જૂનમાં ગુજરાતમાં વરસાદની આગાહી દર વર્ષ કરતા વધુ છે, જેના કારણે સારા ચોમાસાની આશા જાગી છે. જૂન મહિનામાં સરેરાશ મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ વરસાદ પડે છે. ચોમાસું જૂનમાં શરૂ થાય છે અને સામાન્ય રીતે અડધા મહિના પછી વધુ વરસાદ પડે છે, તેથી રાજ્યમાં જૂનમાં સરેરાશ વરસાદ ઓછો હોય છે.
આ પણ વાંચો:વાદળછાયું વાતાવરણ રહેેશે, ગાજવીજ સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ
આ પણ વાંચો:ગુજરાતમાં ઉનાળામાં ઠંડા પવનનો કહેર! ‘6 જૂન સુધી હળવો વરસાદ પડશે’: IMD
આ પણ વાંચો:ગુજરાતમાં છુટાછવાયા સ્થળે ગાજવીજ સાથે વરસાદની આગાહી
