Deodar News : દિયોદર તાલુકામાં ગ્રામ પંચાયતો ની ચૂંટણી ને લઈ ગરમાવો જોવા મળી રહ્યો છે. જેમાં આજે દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામ પંચાયત ના સરપંચ અને સદસ્યો માટેના ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. જેમાં દિયોદર તાલુકાના સાલપુરા ગામના યુવા વરરાજા સરપંચ ના ઉમેદવારી નોંધાવવા વરરાજા જાનૈયા ના સમર્થન સાથે જાન લઈ સરપંચ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવવા દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચતા લોકો માં ચર્ચા નો વિષય બન્યા હતો.
સરપંચ ના ઉમેદવાર સોવનજી ઠાકોર ના લગ્ન પણ ૬/૬/૨૦૨૫ ના હોવાથી વરરાજા ઘોડે ચડતા પહેલાં જાનૈયા સમર્થકો ને ગાડીમાં લઈ સીધા તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી પોતાની સરપંચ પદ તરીકે ઉમેદવારી નોંધાવી હતી.
જેમાં લગ્ન ના સાત ફેરા ફરતા પહેલાં પોતાની ઉમેદવારી નોંધાવી વરરાજા ઘોડે ચડ્યા હતા. વરરાજા ના ડ્રેસમાં તૈયાર થઈ આવેલ સરપંચ ના ઉમેદવાર સોવનજી ઠાકોરએ પોતાના જાનૈયા સમર્થકો સાથે પોતાની સરપંચ પદે ઉમેદવારી નોંધાવી હતી.
આ પણ વાંચો:રત્ન કલાકારોને મોતના મોઢામાં મોકલનાર ‘રત્ન’ની ધરપકડ
