Not Set/ વડોદરામાં પીવાનાં પાણીનાં મુદ્દે ઘમાસાણ મચ્યું, મેયરે કહ્યુ મિચ્છામિ દુક્કડમ

વડોદરામાં પીવાનાં પાણીનાં મુદ્દે ઘમાસાણ મચ્યું છે. વડોદરાવાસીઓને પીવાનાં પાણીને લઇને પડી રહેલી મુશ્કેલીને લઇને વડોદરાનાં મેયરે શહેરીજનોની માફી પણ માંગી છે. તો બીજી તરફ કોંગ્રેસે પીવાનાં દુષિત પાણીનાં મામલે ભાજપનાં શાસકો સામે મોરચો માંડી કસુરવારો સામે કાર્યવાહીની માંગ કરી છે. વડોદરામાં દુષિત પાણીની સમસ્યા વધુ વિકટ બનતી જાય છે. નિમેટા ખાતેનાં પ્લાન્ટમાંથી નિકળેલ હજારો […]

Top Stories Gujarat Vadodara

વડોદરામાં પીવાનાં પાણીનાં મુદ્દે ઘમાસાણ મચ્યું છે. વડોદરાવાસીઓને પીવાનાં પાણીને લઇને પડી રહેલી મુશ્કેલીને લઇને વડોદરાનાં મેયરે શહેરીજનોની માફી પણ માંગી છે. તો બીજી તરફ કોંગ્રેસે પીવાનાં દુષિત પાણીનાં મામલે ભાજપનાં શાસકો સામે મોરચો માંડી કસુરવારો સામે કાર્યવાહીની માંગ કરી છે.

વડોદરામાં દુષિત પાણીની સમસ્યા વધુ વિકટ બનતી જાય છે. નિમેટા ખાતેનાં પ્લાન્ટમાંથી નિકળેલ હજારો ટન કચરાનાં થરે વડોદરાનાં શાસકોની ઘોર બેદરકારી ખુલ્લી પાડી દીધી છે. હવે કોંગ્રેસ આ મામલે ભાજપનાં શાસકો પર ચઢાઇ કરવાનાં મૂડમાં આવી ગયુ છે. કોંગ્રેસનાં કાર્યકરોએ પીવાનાં દુષિત પાણીનાં મુદ્દે પાલિકાની વડી કચેરીમાં મોરચો માંડ્યો હતો. કોંગી નેતાઓની આગેવાનીમાં કાર્યકરોએ ગુરૂવારે કોર્પોરેશનમાં દેખાવો કરી આ મામલે મેયરને આવેદનપત્ર આપ્યું હતું. જો કે, વડોદરાનાં મેયર ડો.જીગીષાબેન શેઠે કસુરવારોને ન બક્ષવાની ખાતરી આપી ગંદા પાણીની સમસ્યાથી નાગરિકોને પડી રહેલી મુશ્કેલીને લઇને ‘મિચ્છામિ દુક્કડમ’ કહી શહેરીજનોની માફી માંગી છે

વડાદરામાં પાણીની વકરી રહેલી પાણીની સમસ્યા પર મેયરે લાચારી દર્શાવી શહેરીજનોની માફી માંગી છે તો કોંગ્રેસે આ મુદ્દે કડક વલણ દાખવતાં કહ્યું છે કે, “સોરી એ સમાધાન નથી.” પાણીની સમસ્યા માટે જવાબદાર અધિકારીઓ સામે સસ્પેન્સન સુધીની કાર્યવાહી કરવામાં આવે. આ પહેલા વડોદરામાં પીવાનાં પાણીની તીવ્ર સમસ્યાનો મુદ્દો પાલિકાની સભામાં પણ ઉછળયો હતો. વિપક્ષ સાથે શાસક પક્ષનાં કેટલાંક કાઉન્સિલરોએ પણ પાણીની સમસ્યાને લઇને વહીવટી વિભાગનો વાંક કાઢી સભામાં ઉગ્ર રજુઆત કરી હતી.

પાણીની સમસ્યા મામલે વડોદરાનાં મેયરે મીડિયા સમક્ષ શું કહ્યુ જાણો આ વીડિયોમાં