bangladesh news/ 16 ડિસેમ્બરે બાંગ્લાદેશ પરત ફરવાની શેખ હસીનાની જીદ! દિલ્હીથી ઢાકા જવા સરકાર પાસે માગ્યું વિમાન, દેશમાં રાજકીય હડકંપ

Sheikh Hasina Return: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના 16 ડિસેમ્બરે વિજય દિવસે ઢાકા પરત ફરવા માંગે છે. તેમણે તારિક રહમાન સરકાર પાસે દિલ્હીથી ઢાકા જવા વિમાન મોકલવાની માંગ કરી છે. બીજી તરફ, દેશમાં રાજકીય તણાવ અને હિંસાની ઘટનાઓ વધી રહી છે.

Top Stories World
Sheikh Hasina Return: 16 ડિસેમ્બરે બાંગ્લાદેશ પરત ફરવાની શેખ હસીનાની જીદ, રાજકારણમાં BIG POLITICAL TURMOIL

Bangladesh News: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ સ્વદેશ પરત ફરવાની ઇચ્છા (Sheikh Hasina Return) વ્યક્ત કરતાં દેશના રાજકીય માહોલમાં ફરી ચર્ચા શરૂ થઈ છે. હસીના 16 ડિસેમ્બરે બાંગ્લાદેશના વિજય દિવસ નિમિત્તે ઢાકા પહોંચવા માંગે છે. આ માટે તેમણે તારિક રહમાનની સરકાર સમક્ષ દિલ્હીથી ઢાકા (Dhaka) સુધી જવા સરકારી વિમાનની વ્યવસ્થા કરવાની માગ કરી છે.

સમાચાર એજન્સી રોયટર્સના અહેવાલ પ્રમાણે, હસીનાના પ્રવક્તા સૈયદ મોજમ્મેલ અલીએ મંગળવારે આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે હસીના બિમાન બાંગ્લાદેશની સરકારી એરલાઇનના વિમાન મારફતે ભારતની રાજધાની દિલ્હીથી ઢાકા પરત જવા ઇચ્છે છે. જોકે, આ માગ અંગે બાંગ્લાદેશ સરકાર તરફથી હજુ કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

બીજી તરફ, બાંગ્લાદેશ સરકારના એક મંત્રીએ રવિવારે રોયટર્સ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જો હસીના દેશ પરત ફરશે તો તેમની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવશે.

Sheikh Hasina Return: હસીનાના પ્રવક્તાએ સરકારને વાપસીની વ્યવસ્થા કરવાની જવાબદારી યાદ અપાવી

સૈયદ મોજમ્મેલ અલીના જણાવ્યા મુજબ, 5 ઓગસ્ટ 2024ના રોજ જે રીતે બાંગ્લાદેશી વિમાન દ્વારા શેખ હસીનાને ભારત લાવવામાં આવ્યાં હતાં, તેવી જ રીતે હવે તેમને સ્વદેશ પરત લાવવાની વ્યવસ્થા પણ સરકારે કરવી જોઈએ.

તેમણે દાવો કર્યો હતો કે હસીનાને બંધારણની વિરુદ્ધ દેશની બહાર મોકલવામાં આવ્યાં હતાં. તેથી હવે તેમને પાછાં લાવવાની જવાબદારી પણ વર્તમાન સરકારની બને છે.

Sheikh Hasina Return: 16 ડિસેમ્બરે બાંગ્લાદેશ પરત ફરવાની શેખ હસીનાની જીદ, રાજકારણમાં BIG POLITICAL TURMOIL
Sheikh Hasina Return: 16 ડિસેમ્બરે બાંગ્લાદેશ પરત ફરવાની શેખ હસીનાની જીદ, રાજકારણમાં BIG POLITICAL TURMOIL

વિજય દિવસના અવસરે જ પરત ફરવાની ઇચ્છા કેમ?

બાંગ્લાદેશમાં દર વર્ષે 16 ડિસેમ્બરે વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1971માં આ જ દિવસે પાકિસ્તાન સામેનું યુદ્ધ પૂર્ણ થયું હતું અને બાંગ્લાદેશને સ્વતંત્રતા મળી હતી.

આ ઐતિહાસિક દિવસે હસીનાની સંભવિત વાપસીથી દેશનું રાજકીય વાતાવરણ વધુ સંવેદનશીલ બની શકે છે. બીજી તરફ, તેમની પાર્ટી અવામી લીગ પર પ્રતિબંધ છે. અહેવાલ મુજબ, આ મહિનાની શરૂઆતમાં હસીનાએ નવા પાસપોર્ટ સહિત જરૂરી દસ્તાવેજો મેળવવા માટે અરજી પણ કરી હતી. જોકે, રહમાન સરકારે તેમની માગ સ્વીકારવાનો ઇનકાર કર્યો હોવાનું જણાવાયું છે.

Sheikh Hasina Return: 16 ડિસેમ્બરે બાંગ્લાદેશ પરત ફરવાની શેખ હસીનાની જીદ, રાજકારણમાં BIG POLITICAL TURMOIL
Sheikh Hasina Return: 16 ડિસેમ્બરે બાંગ્લાદેશ પરત ફરવાની શેખ હસીનાની જીદ, રાજકારણમાં BIG POLITICAL TURMOIL

બાંગ્લાદેશના સાંસદે ભારત સામે લગાવ્યા આરોપ

બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા અને હિંસાની ઘટનાઓ વચ્ચે નેશનલ સિટિઝન પાર્ટી (NCP)ના પ્રમુખ તથા સાંસદ નાહિદ ઇસ્લામે ભારત સામે આક્ષેપો કર્યા છે.

તેમણે આરોપ લગાવ્યો હતો કે ભારત એક ‘હત્યારણ’ને આશ્રય આપી રહ્યું છે અને ભારતીય ધરતીનો ઉપયોગ બાંગ્લાદેશ વિરુદ્ધ રાજકીય પ્રવૃત્તિઓ માટે થઈ રહ્યો છે. તેમના કહેવા પ્રમાણે, ભારતમાં રહેતાં શેખ હસીનાને ત્યાંથી રાજકીય ગતિવિધિઓ ચલાવવાની છૂટ આપવામાં આવી રહી છે.

નાહિદ ઇસ્લામે બાંગ્લાદેશના રાજકીય પક્ષો અને નાગરિકોને ભારતના વર્ચસ્વ સામે એક થવાની અપીલ કરી હતી. સાથે જ તેમણે સરકારને ગંગાના પાણીની વહેંચણી અને હસીનાને પરત લાવવાના મુદ્દે કડક વલણ અપનાવવા જણાવ્યું હતું.

Sheikh Hasina Return: 16 ડિસેમ્બરે બાંગ્લાદેશ પરત ફરવાની શેખ હસીનાની જીદ, રાજકારણમાં BIG POLITICAL TURMOIL
Sheikh Hasina Return: 16 ડિસેમ્બરે બાંગ્લાદેશ પરત ફરવાની શેખ હસીનાની જીદ, રાજકારણમાં BIG POLITICAL TURMOIL

5 ઓગસ્ટ 2024ના રોજ બાંગ્લાદેશ છોડીને ભારત આવ્યાં હતાં હસીના

બાંગ્લાદેશમાં જૂન 2024માં સરકારી નોકરીઓમાં અનામતની જોગવાઈ સામે વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યું હતું. હાઈકોર્ટના એક નિર્ણયમાં 1971ના સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેનારા મુક્તિ સેનાનીઓનાં સંતાનો અને પૌત્ર-પૌત્રીઓને સરકારી નોકરીઓમાં 30 ટકા અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓએ આ નિર્ણયનો વિરોધ કરીને સરકારી ભરતીમાં યોગ્યતાના આધારે પસંદગી કરવાની માગ કરી હતી. જુલાઈ મહિનામાં આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણો થઈ હતી. પોલીસ પર પ્રદર્શનકારીઓ સામે ગોળીબાર કરવા અને જરૂર કરતાં વધુ બળ વાપરવાના આરોપો પણ લાગ્યા હતા.

આંદોલનકારીઓએ ત્યારબાદ શેખ હસીનાના રાજીનામાની માગ શરૂ કરી હતી. ધીમે-ધીમે વિરોધ સમગ્ર દેશમાં ફેલાયો હતો. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ, વર્ષ 2024માં વિદ્યાર્થી આંદોલન દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં અંદાજે 1,400 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

5 ઓગસ્ટ 2024ના રોજ મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ ઢાકા તરફ આગળ વધ્યા હતા અને હસીનાના સરકારી નિવાસસ્થાન સુધી પહોંચી ગયા હતા. પરિસ્થિતિને પગલે શેખ હસીના સૈન્ય વિમાન મારફતે ભારત આવી ગયાં હતાં. ત્યારથી તેઓ ભારતમાં રહે છે.

હસીનાની વાપસીની ચર્ચા વચ્ચે બાંગ્લાદેશમાં હિંસાની ઘટનાઓ

શેખ હસીનાની સંભવિત વાપસી અંગે ચર્ચા ચાલી રહી છે ત્યારે નવેમ્બર મહિનામાં બાંગ્લાદેશના વિવિધ વિસ્તારોમાં હિંસક ઘટનાઓ (Bangladesh Violence) નોંધાઈ છે.

15 નવેમ્બર – ગોપાલગંજમાં તોડફોડ અને આગચંપી: શેખ હસીનાના ગૃહજિલ્લા ગોપાલગંજમાં અવામી લીગના સમર્થકોએ રેલી યોજી હતી. આ દરમિયાન BNPની કચેરીઓ, નેતાઓનાં ઘરો અને દુકાનોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. BNPના નેતાઓએ આ ઘટનાઓ માટે અવામી લીગના કાર્યકરોને જવાબદાર ઠેરવ્યા હતા.

17 નવેમ્બર – પોલીસ સ્ટેશન અને સાંસદના ઘર પર હુમલો: ગોપાલગંજના તુંગીપાડા પોલીસ સ્ટેશન પર હુમલો થયો હતો. આ જ રાત્રે BNPના એક સાંસદના નિવાસસ્થાને પણ આગ લગાવવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, ધરપકડ કરાયેલા નેતાઓને છોડાવવાના પ્રયાસમાં અવામી લીગના કાર્યકરોએ પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું હતું.

18 નવેમ્બર – યુનુસના પૈતૃક નિવાસસ્થાને આગ: ચટગાંવમાં વચગાળાની સરકારના પૂર્વ વડા મોહમ્મદ યુનુસના પૈતૃક ઘરમાં આગચંપીની ઘટના બની હતી.

19 નવેમ્બર – દેશવ્યાપી બંધ દરમિયાન હિંસા: ગોપાલગંજમાં પોલીસ સ્ટેશન, ગ્રામીણ બેંકની શાખા અને અનેક મકાનોમાં આગ લગાવવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં ઊભેલાં આશરે 20 વાહનોને પણ આગને હવાલે કરવામાં આવ્યાં હતાં.

20 નવેમ્બર – મંત્રીના નિવાસસ્થાન બહાર આગચંપી: સિલહટમાં વિદેશ રાજ્યમંત્રી હુમાયૂં કબીરના ઘરની બહાર આગ લગાવવાની ઘટના બની હતી. કબીરે આ માટે અવામી લીગને જવાબદાર ગણાવી હતી.

21 નવેમ્બર – આશરે 50 મકાનો અને દુકાનોને નિશાન બનાવાયાં: નરાઇલમાં અવામી લીગના નેતાઓ, પૂર્વ સાંસદો અને સમર્થકોનાં આશરે 50 મકાનો તથા દુકાનોમાં આગચંપી થઈ હતી.


આ પણ વાંચો: શેખ હસીનાની ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવાની જાહેરાત; તારિક રહેમાનના કેમ્પે ફેંક્યો પડકાર

આ પણ વાંચો: શેખ હસીનાની વાપસી માટે ભારતે મૂકી 2 શરતો? બાંગ્લાદેશી સેના અને ન્યાયી ટ્રાયલ પર ભાર

આ પણ વાંચો: શેખ હસીનાને ભારત મોકલવાની ચાલી રહી છે તૈયારી? જાણો હાઈ કમિશનરનું નિવેદન