MANTAVYA Vishesh/ ભારતનાં સરહદી વિસ્તારોમાં છે પાક જાસૂસોનું મોટું નેટવર્ક

ભારત અને પાકિસ્તાન વચ્ચે પહલગામ હુમલા પછી યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું હતું. તેના પછી બંને પક્ષે ડ્રોન હુમલા થયા હતા. પાકિસ્તાનના ભારત પરના બધા હુમલાને એન્ટી ડ્રોન સિસ્ટમે તોડી પાડ્યા હતા, પણ ભારતની સરહદની અંદર ડ્રોન ઉડતા દેખાતા તંત્ર ચોંકી ઉઠ્યું હતું. બંને દેશ વચ્ચેનો સંઘર્ષ પૂરો થયા પછી ભારતે તરત જ સરહદની અંદર પર ઉડતા ડ્રોનની તપાસ આદરી હતી.

Mantavya Vishesh

ભારત અને પાકિસ્તાન વચ્ચે પહલગામ હુમલા પછી યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું હતું. તેના પછી બંને પક્ષે ડ્રોન હુમલા થયા હતા. પાકિસ્તાનના ભારત પરના બધા હુમલાને એન્ટી ડ્રોન સિસ્ટમે તોડી પાડ્યા હતા, પણ ભારતની સરહદની અંદર ડ્રોન ઉડતા દેખાતા તંત્ર ચોંકી ઉઠ્યું હતું. બંને દેશ વચ્ચેનો સંઘર્ષ પૂરો થયા પછી ભારતે તરત જ સરહદની અંદર પર ઉડતા ડ્રોનની તપાસ આદરી હતી.

આ આખી તપાસમાં જમ્મુ-કાશ્મીરથી લઈને રાજસ્થાન સુધીના સરહદી વિસ્તારોમાં પાકિસ્તાને બીછાવેલા જાસૂસોની જાળનો પર્દાફાશ થયો હતો. આમ આપણે એકબાજુએ સરહદની પેલે પાર પાકિસ્તાન સામે લડી રહ્યા હતા તો બીજી બાજુએ સરહદની અંદરના ગદ્દારોનો સામનો કરી રહ્યા હતા. આવામાં કેટલાક જાસૂસ તો એવા છે કે જે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારમાં મંત્રીના પીએ સુધી રહી ચૂક્યા છે. આ બતાવે છે કે પાક.ના જાસૂસોની જાળ કેટલી ફેલાયેલી છે.

સરહદી વિસ્તારોમાં ચકાસણી દરમિયાન ખબર પડી છે કે પાકિસ્તાને અહીં મોટાપાયા પર જાસૂસી નેટવર્ક ઊભું કરી દીધું છે. ઓપરેશન સિંદૂર વખતે લશ્કર, બીએસએફ, પોલીસ, સ્થાનિક વહીવટીતંત્ર અને જાસૂસી સંસ્થાઓએ સરહદી વિસ્તારોમાં આકરી કાર્યવાહી કરી તે દરમિયાન આ નેટવર્કનો ખુલાસો થયો.

પઠાણ ખાન, ભવાની અને શકૂર ખાન જેવા સંખ્યાબંધ લોકોને સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાન માટે જાસૂસી કરતાં પકડ્યા છે. તેમા શકૂર ખાન તો કોંગ્રેસની સરકારમાં મંત્રી રહેલા સાલેહ મુહમ્મદનો પીએ રહી ચૂક્યો છે. આ પ્રકારના જાસૂસો કંઈ આંગળીના વેઢે ગણાય તેટલા નથી, પણ સેકંડોની સંખ્યામાં છે. પાકે. ભારતમાં જાતજાતના નેટવર્ક બનાવી રાખ્યા છે. આ નેટવર્ક ભારતીય સુરક્ષા દળો અંગેની જુદી-જુદી જાણકારીઓ મોકલતું હતું.

ઓપરેશન સિંદૂરમાં જાસૂસી તંત્રની સજાગતાથી નેટવર્કની ખબર તો પડી છે, પરંતુ હજી સુધી તે ખબર પડી નથી કે પાકનું આ નેટવર્ક ભારતીય સુરક્ષા પ્રણાલિમાં ક્યાં-ક્યાં તોડફોડ કરી ચૂક્યું છે. તેમા પણ ખાસ કરીને સરહદ પર ઉપલબ્ધ સુરક્ષા દળો અને તેમના ઠેકાણાઓને લઈને કેટલી સૂચના પાકિસ્તાન સુધી મોકલાઈ શકી છે, તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.

સરહદી વિસ્તારોમાં પાક.ના આટલા મોટા જાસૂસી નેટવર્કથી જાસૂસી સંસ્થાઓને પણ આશ્ચર્ય થયું છે. અહીં સવાલ એ છે કે પાક. સરહદી વિસ્તારોમાં આટલું મોટું નેટવર્ક બનાવવામાં સફળ કઈ રીતે રહ્યું. પાક.ની જાસૂસી સંસ્થા આઇએસઆઇએ એવી કઈ પદ્ધતિ અપનાવી કે સરહદી વિસ્તારોમાં રહેતા લોકો ભારતની ગુપ્ત જાણકારી પૂરી પાડવા લાગ્યા.

જાસૂસી સંસ્થાઓ અને સ્થાનિક સત્તાવાળાઓએ આ જ રીતે પાકિસ્તાનથી આવેલું મિઠાઇનું પેકેટ પકડ્યું હતું. તેને સાવધાનીથી ખોલવામાં આવ્યું, તેમા ઉપર પ્લાસ્ટિકની થેલી હતી, તેની અંદરથી પેકેટ કાઢવામાં આવ્યું તો એક પેકેટ નીકળ્યું તે પ્લાસ્ટિકની કાળી ટેપથી બંધ કરવામાં આવ્યું હતું. તે પ્લાસ્ટિકની અંદર મીઠાઇનો ડબ્બો હતો, ડબ્બો ખોલતા જ રંગબેરંગી મીઠાઈ દેખાવવા લાગી. તપાસ સંસ્થાઓએ મીઠાઈ ખોલી તો તેમાથી પાક.નું સીમ નીકળ્યું. આ સીમ કાર્ડ પાકિસ્તાને ભારતમાં તેના જાસૂસને મોકલ્યું હતું, જેથી જાસૂસ તેમને જાણકારી મોકલી શકે.

આ આખી વાતની ખબર સુરક્ષા એજન્સીઓએ વાતચીત આંતરી તેના પરથી પડી હતી. તેના પછી તપાસ શરૂ થઈ. પાક.માં બેઠેલા હેન્ડલર અને ભારતના જાસૂસ વચ્ચે રૂપિયાના લેવડદેવડની વાત થઈ રહી હતી. હેન્ડલર તેને સૂચના પણ આપે છે કે નેટવર્ક કઈ રીતે વધારવાનું છે. આ જ કડી પર પગલાં લેવાનું શરૂ થયું, તેના પછી તો રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં એટલા જાસૂસ પકડાયા કે જાસૂસી એજન્સીઓ પોતે હતપ્રભ થઈ ગઈ.

ભારત અને પાકિસ્તાનની સરહદ પરના દુર્ગમ વિસ્તારમાં આવવું જવું પણ અઘરું છે ત્યાં રેતીની ટેકરીઓ અને કાંટાળી ઝાડીઓની વચ્ચે થોડાં-થોડા મકાનોવાળા ગામ કે નાની વસ્તીઓ છે. આ ગામોના કેટલાક લોકો પાકિસ્તાનને ગુપ્ત જાણકારી આપતા પકડાઈ ચૂક્યા છે.

પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI ફક્ત હની ટ્રેપ કરીને જ જાસૂસી નેટવર્ક આ વિસ્તારમાં ઊભુ કરી નથી રહી, આ સિવાય તે લોકોને રૂપિયા આપીને પણ ભારતીય સુરક્ષા દળોના ઠેકાણાઓની જાસૂસી કરવા માટે લલચાવી રહી છે. આ વિસ્તારોમાં રહેતા અને ભણેલાગણેલા લોકો રૂપિયાની લાલચે ભારતની જાસૂસી કરે છે. તેની સાથે તે ISIના કાવતરાની જાળમાં ફસાઈને પણ ભારત અંગેની ખાનગી માહિતી પૂરી પાડે છે.

ભારત માટે હવે ચિંતાની વાત એ છે કે સુરક્ષા દળોની અંદર આ બધા જાસૂસોની પહોંચ ક્યાં સુધી છે તે ચકાસવાનું છે અને આવી કોઈ હરોળ જો સુરક્ષા દળોમાં પણ બની હોય તો તેને ધ્વસ્ત કરવાની છે. પાક. જાસૂસી સંસ્થાના જાસૂસો ભારતીય સુરક્ષા દળોમાં કેટલી હદ સુધી ઘૂસી ચૂક્યા છે તેની ચકાસણી હવે ભારતની જાસૂસી સંસ્થાઓ કરી રહી છે.

આ બતાવે છે કે દેશના સરહદી વિસ્તારોમાં સ્થિતિ લાગે છે તેવી સામાન્ય નથી, પણ નાજુક છે. સરહદ પર શાંતિ હોય એટલે તેને કાયમી શાંતિ માની ન લેવી, પાક. જાસૂસી સંસ્થાના આ સ્લીપર સેલ ગમે ત્યારે યુદ્ધ જેવી સ્થિતિમાં કાર્યાન્વિત થઈ શકે છે. તેથી ભારતીય સુરક્ષા દળો, મિલિટરી ઇન્ટેલિજન્સ અને જાસૂસી સંસ્થાઓ માટે આ ચેતવાનો સમય છે. સરહદની સુરક્ષા તો લશ્કર કરી લેશે, પરંતુ લશ્કરની સુરક્ષા ઇન્ટેલિજન્સથી થશે તે પણ ભારતે વિચારવું રહ્યુ. જો ભારતના સુરક્ષા દળોના ઠેકાણા અંગે દુશ્મનને પહેલેથી ખબર હશે તો તેના માટે ભારત પર હુમલો કરવો વધુ આસાન થઈ જશે.  તેથી આ સરહદી વિસ્તારોમાં સતત ચાંપતી નજરની સાથે સાફસૂફી કરવી પણ તેટલી જ જરૂરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભાડભૂત બેરેજ: તંત્રની નિષ્કાળજીથી 400 ખેડૂતોની 2300 એકર જેટલી જમીન ડૂબમાં ગઈ

આ પણ વાંચો: સાબરમતીમાં રેતખનન માફિયા બેરોકટોક, દીપસિંહ રાઠોડ મેદાનમાં

આ પણ વાંચો: કડી-વિસાવદરની પેટાચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ