Gujarat Corona Cases/ રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો હજારની નજીક પહોંચ્યો

રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો હજારની નજીક પહોંચ્યો છે. હાલમાં રાજ્યમાં કુલ 980 એક્ટિવ કેસ છે. તેમાં કોરોનાગ્રસ્ત 32 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 948 દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો હજારની નજીક પહોંચ્યો છે. હાલમાં રાજ્યમાં કુલ 980 એક્ટિવ કેસ છે. તેમાં કોરોનાગ્રસ્ત 32 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 948 દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. આમ આજના દિવસના અંતે કોરોનાના કેસનો આંકડો હજારને વટાવી જાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

અમદાવાદમાં કોરોનાના કેસથી ચિંતા વધુ છે. કોરોનાના કારણે વધુ એક દર્દીનું મોત થયું છે. સોલા સિવિલમાં 16 વર્ષની કિશોરીનું મોત થયું છે. ચાર જૂનથી આ કિશોરી સારવાર હેઠળ હતી. તેને રેમડેસીવિર સહિતના ઇન્જેકશન આપવામાં આવ્યા હોવા છતાં તેનું મોત થયું છે. હજી પણ સિવિલમાં ચાર દર્દીઓ સારવાર હેઠળ છે. ગુજરાતમાં કોરોનાથી અત્યાર સુધીમાં ચારના મોત નીપજી ચૂક્યા છે. અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો રોજના 100 કેસને વટાવી જવાની નજીક છે.

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 200થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 185 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 4 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10032 પર પહોચ્યો છે.

રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 651 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 98.04 ટકા છે.ગુજરાત આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે આજે સાંજના પાંચ વાગ્યા સુધી કુલ 1,96,382 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં આજે કુલ 651 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.04 ટકા છે.

અમદાવાદ કોર્પોરેશનમાં 38, સુરત કોર્પોરેશનમાં 27, સુરત 13, જૂનાગઢ 11, વડોદરા કોર્પોરેશન 11, વડોદરા 10, દેવભૂમિ દ્વારકા 8, ગીર સોમનાથ 8, રાજકોટ કોર્પોરેશન 8, આણંદ 5, સાબરકાંઠા 5, વલસાડ 5, બનાસકાંઠા 4, જૂનાગઢ કોર્પોરેશન 4, ખેડા 4, કચ્છ 4, નવસારી 4, જામનગર કોર્પોરેશન 3, પોરબંદર 3, ભરુચ 2, રાજકોટ 2, અમરેલી , ભાવનગર કોર્પોરેશન, ગાંધીનગર, જામનગર, મહીસાગર અને નર્મદામાં 1-1 કેસ સાથે કુલ 185 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી કુલ ચાર લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1, જૂનાગઢમાં 1, દેવભૂમિ દ્વારકા 1 અને ભાવનગરમાં 1 મોત સાથે કુલ ચાર લોકોના મોત થયા છે.રાજ્યમાં કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં કુલ 6109 કોરોનાના કુલ એક્ટિવ કેસ છે. 142 લોકો વેન્ટિલેટર પર છે. 5967 લોકો સ્ટેબલ છે. 8,06,193 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાના 185 કેસ નોંધાયા, 651 દર્દીઓએ આપી કોરોનાને મ્હાત

આ પણ વાંચો: ગુજરાતમાં આજે કોરોનાના નવા 170 કેસ નોંધાયા, વડોદરામાં 11 અને જામનગરમાં 8 કેસ

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાનાં 24 કલાકમાં 167 નવા કેસ નોંધાયા