Ahmedabad News/ અમદાવાદમા ફરી રફતારના રાક્ષસે ઘોડાસરમાં કાર ધડામ દઈ દુકાનમાં ઘુસાડી

અમદાવાદના ઇસનપુરના ઘોડાસરમાં એક અકસ્માત થયો છે. વહેલી સવારે કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર દુકાન સાથે અથડાઈ હતી.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News:અમદાવાદમાં વધુ એક હાઇસ્પીડ ઘટના જોવા મળી છે, જેમાં ઘોડાસરમાં એક કાર એક દુકાન સાથે અથડાઈ હતી અને દુકાનના શટલને નુકસાન થયું હતું. દુકાન સાથે અથડાયા બાદ કાર પણ પલટી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ કરી હતી. આ ઘટનામાં ઘણા વાહનોને પણ નુકસાન થયું છે. અમદાવાદના ઇસનપુરના ઘોડાસરમાં એક અકસ્માત થયો છે. વહેલી સવારે કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર દુકાન સાથે અથડાઈ હતી, જેના કારણે રસ્તા પર ચાલતા લોકો અને વાહન ચલાવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટના ઘોડાસરના સ્મૃતિ મંદિર પાસે બની હતી.

આ ઘટનામાં હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. જે ​​દુકાનને નુકસાન થયું છે તેના દુકાનદાર પણ પોલીસ ફરિયાદ નોંધાવવા તૈયાર નથી તેવું બહાર આવ્યું છે. અમદાવાદમાં સવારે એક કાર ચાલકે અકસ્માત કર્યો અને કાર ચાલકે અન્ય વાહનોને પણ ટક્કર મારી અને વાહનોને પણ નુકસાન થયું, લોકોએ કાર ચાલકને કારમાંથી બહાર કાઢ્યો અને કાર ચાલક પણ ઘાયલ થયો જેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, ટ્રાફિક પોલીસે કાર ચાલક અને નજીકના સ્થાનિક લોકોના નિવેદનો લીધા છે, એવી પણ શક્યતા છે કે પોલીસ ઘાયલ કાર ચાલક સામે ગુનો નોંધી શકે છે, તેથી પોલીસ તપાસ કરી રહી છે કે કાર ચાલકે દારૂ પીધેલી હાલતમાં આ અકસ્માત સર્જ્યો છે કે નહીં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં દિલ્લી દરવાજાનો જૂનો દરવાજો ધરાશાયી

આ પણ વાંચો:અમદાવાદમાં સરખેજમાં SPની કચેરીમાં 4 નકલી અધિકારીઓ ઝડપાયા

આ પણ વાંચો:પાલીમાં જૈન સાધ્વીનું અજાણ્યા વાહનની ટક્કરથી મોત, અમદાવાદમાં આક્રોશ રેલીમાં લોકો મોટી સ્ખંયામાં જોડાયા