ChhotaUdepur News/ સંખેડા ધોધમાર વરસાદથી જળબંબાકાર, 2 કલાકમાં 5 ઇંચ વરસાદ

આગામી કલાકોમાં છોટાઉદેપુર જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને સલામત રહેવા, જરૂર ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Top Stories Gujarat Others

ChhotaUdepur Rain: છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લાના સંખેડા પંથકમાં આજે મળસ્કે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી માત્ર બે કલાકમાં જ આશરે 5 ઇંચ વરસાદ (Rain) પડતા સંખેડા નગરમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

સંખેડાથી હાંડોદ તરફ જતા મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્ય સર્જાયા હતા. સંખેડા પંથકમા મળસ્કે પડેલા ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયા છે અને સમગ્ર પંથકમાં પાણી ભરાવા જેવી સ્થિતિ છે.

હવામાન વિભાગે આગાહી આપી છે કે આવનારા કલાકોમાં છોટાઉદેપુર જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને સલામત રહેવા, જરૂર ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવા અનુરોધ કરવામાં આવ્યો છે.

@સુલેમાન ખત્રી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદ, 1 વ્યક્તિ અને 1 પશુંનું મોત

આ પણ વાંચો:આજે ગુજરાતના આ આઠ જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદની સંભાવના

આ પણ વાંચો:ગરમીનું તાપમાન રહેશે ઊંચુ, કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડશે