Israel Iran War: અમેરિકા પણ ખુલ્લેઆમ ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં પ્રવેશી ચૂક્યું છે. અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે સોશિયલ મીડિયા પર આ હુમલાની માહિતી આપી છે. ઈરાનના જે ત્રણ પરમાણુ સ્થળો પર અમેરિકાએ હુમલો કર્યો છે તે ફોર્ડો, નતાન્ઝ, એસ્ફહાન છે. જ્યાં અમેરિકાએ બોમ્બમારો કર્યો છે. ફોર્ડોમાં અમેરિકા દ્વારા બોમ્બનો સંપૂર્ણ પેલોડ ફેંકવામાં આવ્યો છે. આ પછી, ટ્રમ્પે રાષ્ટ્રને સંબોધન કર્યું છે.
ઈઝરાયલમાં ફ્લાઇટ્સ રદ
મિસાઇલોના વરસાદને કારણે ઇઝરાયલી એરલાઇન્સે ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે. ઇઝરાયલની સૌથી મોટી એરલાઇન્સ, અલ અલ, ઇઝરાયલ એરલાઇન્સ, આર્કિયા અને ઇઝરાયરે કહ્યું કે તેઓ લોકોને દેશમાં પાછા ફરવા દેતી ફ્લાઇટ્સ આગામી સૂચના સુધી મુલતવી રાખશે. અલ અલે એમ પણ કહ્યું કે તે તેની નિર્ધારિત ફ્લાઇટ્સ રદ કરવાનો સમયગાળો 27 જૂન સુધી લંબાવશે.
હૈફામાં બાળકોને બચાવી રહેલા સુરક્ષા કર્મચારીઓ
ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ અનુસાર, ઈરાન દ્વારા મિસાઇલો છોડવામાં આવ્યા બાદ એક બચાવ કાર્યકર ઇઝરાયલી શહેર હાઈફામાંથી બાળકોને બહાર કાઢી રહ્યો છે. ઈરાને આજે ઈઝરાયલના ઘણા શહેરો પર મિસાઈલ છોડી છે. ઈઝરાયલના ઘણા શહેરોમાં સાયરન વાગી રહ્યા છે.
હવે અન્ય લક્ષ્યો પર હુમલો કરીશું – ટ્રમ્પ
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણી પાસે હજુ પણ ઘણા લક્ષ્યો બાકી છે. આજની રાતનો હુમલો અત્યાર સુધીનો સૌથી કઠિન અને કદાચ સૌથી ઘાતક હતો. પરંતુ જો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ટૂંક સમયમાં શાંતિ નહીં આવે, તો અમે ફરીથી તે અન્ય લક્ષ્યો પર ચોકસાઈ, ગતિ અને કુશળતાથી હુમલો કરીશું. તેમાંથી મોટાભાગનાને થોડીવારમાં નષ્ટ કરી શકાય છે.’
#WATCH | US strikes Iran’s three nuclear facilities
President Donald Trump says, “This cannot continue. There will be either peace or there will be tragedy for Iran, far greater than we have witnessed over the last eight days. Remember, there are many targets left. Tonight’s… pic.twitter.com/koWkXYjXBA
— ANI (@ANI) June 22, 2025
આ પણ વાંચો:ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં અમેરિકાએ ઝંપલાવ્યું! ઈરાનના ત્રણ પરમાણુ મથકો પર હુમલો કર્યો
આ પણ વાંચો:નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પનું નામ મોકલ્યું, કાશ્મીર પર પોતાના બદ્દઈરાદા પુરા કરવા નાટક રચ્યું
આ પણ વાંચો:ઇઝરાયલી હુમલામાં ઇરાનના ડ્રોન કમાન્ડરનું મોત, ઇરાને તેલ અવીવ પર મિસાઇલ છોડ્યું
