Ahmedabad News/ અમદાવાદમાં જમીન સર્વેયર 5 લાખની લાંચ લેતા ઝડપાયો

ઘટનાની વિગતો જોતાં, આ કામના ફરિયાદીએ તેની બહેનની જમીન પર KJP દુરસ્તી સુધારો કરવા માટે આરોપી ગૌતમ ભરતભાઈ યાજ્ઞિકનો સંપર્ક કર્યો અને તેમની પાસેથી 5 લાખ રૂપિયાની લાંચ માંગી હતી.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)માં જમીન પર KJP દુરસ્તી સુધારો કરવા માટે એક સર્વેયર લાંચ (Bribe) માંગતો ઝડપાયો છે. ACB એ છટકું ગોઠવ્યું અને સર્વેયર અને બે જમીન દલાલોને 5 લાખ રૂપિયાની લાંચ લેવા જતા પકડી પાડ્યા છે.

ઘટનાની વિગતો જોતાં, આ કામના ફરિયાદીએ તેની બહેનની જમીન પર KJP દુરસ્તી સુધારો કરવા માટે આરોપી ગૌતમ ભરતભાઈ યાજ્ઞિકનો સંપર્ક કર્યો અને તેમની પાસેથી 5 લાખ રૂપિયાની લાંચ માંગી હતી અને કહ્યું કે તે KJP દુરસ્તી સુધારો કરાવવાના બદલામાં DILR કોર્ટમાં તેની સાથે વ્યવહાર કરશે. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હતા અને ACBનો સંપર્ક કર્યો.

ACB દ્વારા હાથ ધરવામાં આવેલી લાંચ તપાસ દરમિયાન, આરોપી ગૌતમ ભરતભાઈ યાજ્ઞિક (સર્વેયર) એ લાંચની રકમ સ્વીકારી, આરોપી નવગનસિંહ ખુમાનસિંહ ડોડિયા (જમીન દલાલ) અને આરોપી મનીષ ધીરુભાઈ પગી (જમીન દલાલ) એ જાણી જોઈને ફરિયાદી સાથે વાત કરી અને લાંચની રકમ સ્વીકારી. ત્રણેય આરોપીઓએ એકબીજા સાથે મળીને ગુનો કર્યો. ACBએ બોપલ આંબલી ક્રોસિંગની ડાબી બાજુએ હોન્ડા શોરૂમની સામેથી દરોડો પાડીને ત્રણેયને પકડી વધુ તપાસ હાથ ધરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મોરબીમાં અરજી નિકાલ માટે 2.30 લાખની લાંચ માંગતા હેડ કોન્સ્ટેબલ ACBનાં ઝબ્બે

આ પણ વાંચો:પોલીસ કોન્સ્ટેબલ રૂપિયા 25 હજારની લાંચ લેતા બનાસકાંઠા ACBએ ઝડપી પાડ્યો

આ પણ વાંચો:પ્રોપર્ટી કાર્ડમાં નોંધણી કરાવવા માટે લીધી લાંચ, ACB એ સિટી સર્વેના મેન્ટેનન્સ સર્વેયર અને અન્ય 1 ની કરી ધરપકડ