Ahmedabad News/ અમદાવાદ : કોઠ ગ્રામ પંચાયતને કરી તાળાબંધી

ગ્રામજનોએ ભેગા થઈ ગ્રામ પંચાયતને તાળાબંધી કરી દીધી

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદ નજીકના કોઠ ગ્રામ પંચાયતને ગ્રામજનોએ તાળાબંધી કરી દીધી છે. જેમાં ઉશ્કેરાયેલા ગામના લોકોએ રોડ-રસ્તા બનાવ્યા વગર ગ્રાન્ટ ઉપાડ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બારોબાર ગ્રાન્ટ ઉપાડ્યાના આક્ષેપ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

સરપંચ અને તલાટી ગામોમાં આવતા ન હોવાનો પણ આરોપ મુકવામાં આવ્યો છે. તે સિવાય કોઠ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આગળ ભારે ગંદકી ફેલાઈ છે. જેને પગલે ગંદકી અને પાણી ભરાવવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

બીજીતરફ વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ આવતું નથી. અંતે ગ્રામજનોએ ભેગા થઈ ગ્રામ પંચાયતને તાળાબંધી કરી દીધી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાત પર વાવાઝોડાનું સંકટ! આગામી દિવસોમાં આભ ફાટશે

આ પણ વાંચો:ઉત્તર ભારતમાં ચોમાસું સક્રિય, ઉત્તરાખંડમાં ભૂસ્ખલનની ચેતવણી અપાઈ

આ પણ વાંચો:ચોમાસું નિર્ધારિત સમય પહેલા કેવી રીતે આવી ગયું? પાક પર કેવી થશે અસર