Gujarat News : ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય આગામી 30 જૂનના રોજ નિવૃત થવાના છે. સાથે સાથે ગુજરાત પોલીસ વિભાગમાં આગામી સમયમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ફેરફારને કારણે પોલીસ દળમાં ઉચ્ચ સ્તરે નવી નિમણૂકો થવાની શક્યતાઓ છે. હાલના કેટલાક પોલીસ અધિકારીઓને ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન મળી શકે છે, અને ત્યારબાદ વધુ ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવે તેવી પણ સંભાવના છે.
આ બધા વચ્ચે, અમદાવાદના વર્તમાન પોલીસ કમિશનર જી.એસ. મલિકનું નામ નવા ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) પદ માટે મોખરે ચાલી રહ્યું છે. 1993 બેચના આ અનુભવી IPS અધિકારીએ અગાઉ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) માં પણ મહત્વપૂર્ણ કામગીરી બજાવી છે.
અમદાવાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા નોંધપાત્ર રહી છે, ખાસ કરીને રથયાત્રા જેવી મોટી ઘટનાઓ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનું સફળ સંચાલન તેમના નેતૃત્વમાં થયું છે. વિકાસ સહાયની નિવૃત્તિ બાદ ગુજરાત પોલીસનું સુકાન કોણ સંભાળશે તે અંગેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થવાની શક્યતા છે.
આ પણ વાંચો:ડીસાની ઘટના મામલે કોંગ્રેસ પ્રમુખનું નિવેદન
આ પણ વાંચો:લોકસભા ચૂંટણીમાં ખરાબ દેખાવના પગલે ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું
આ પણ વાંચો:રાહુલ ગાંધીના ગુજરાતમાં પ્રવેશ પૂર્વે જ દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું
