Surat News/ સુરતમાં નકલી દાગીના બનાવતું કારખાનું ઝડપાયું:ચેઇનમાં 23% સોના સાથે હૂક બનાવ્યા પછી હોલમાર્ક કરાવી જ્વેલર્સને પધરાવતા હતા

ઉત્રાણ પોલીસ મથકની હદમાં આવેલા વેલંજાની રૂદ્રાક્ષ સોસાયટીમાં એક ઘરમાં ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવવાનું કારખાનું ચલાવવામાં આવતું હતું

Gujarat Surat

Surat News : સુરતના સરથાણા વિસ્તારમાં ઝોન 1 LCB પોલીસ અને સરથાણા પોલીસે સંયુક્ત રીતે એક મોટી કાર્યવાહી કરીને ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે 12 આરોપીની ધરપકડ કરી છે અને બનાવટી સોનાના દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ 12 શખ્સમાંથી અમરેલી જિલ્લાના 5, ભાવનગર જિલ્લાના 4, એક ગીર સોમનાથ તથા 2 મહારાષ્ટ્રના છે.

માત્ર ચેઈનની હુકમાં જ 23 ટકા ગોલ્ડ નાંખી સોનીને પધરાવતા
પોલીસને મળેલી માહિતી મુજબ, ઉત્રાણ પોલીસ મથકની હદમાં આવેલા વેલંજાની રૂદ્રાક્ષ સોસાયટીમાં એક ઘરમાં ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવવાનું કારખાનું ચલાવવામાં આવતું હતું. આ ગેંગ ચેઈનના માત્ર હુકમાં માત્ર 23% સોનું ઉમેરી દાગીના બનાવતી હતી અને તેના પર હોલમાર્કનો સિક્કો મારીને વેચાણ કરતી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ કારખાનું છેલ્લા બે વર્ષથી કાર્યરત હતું.

શિવ મંદિર જ્વેલર્સમાં સોનાની ચેઈન વેચવા ગયા ને ઝડપાયા
આ રેકેટનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે મુખ્ય આરોપી વિવેક વાઘેલા સહિતના આરોપીઓ યોગી ચોક ખાતે આવેલા શિવ મંદિર જ્વેલર્સમાં ડુપ્લિકેટ સોનાની ચેઇન વેચવા ગયા હતા. જ્વેલર્સના માલિકને સોનું ડુપ્લિકેટ હોવાનો ખ્યાલ આવતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જોકે, આરોપી હરીશ ખટાણા અને વિમલ નામના બે આરોપીઓ ડુપ્લિકેટ સોનું આપીને ફરાર થઈ ગયા હતા.

જ્વેલર્સના માલિકની ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓ સુધી પહોંચી દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ચાર ચેઈન, ચેઈન બનાવવાનું મશીન, અને હોલમાર્કનો સિક્કો સહિતની સામગ્રી જપ્ત કરી છે. પોલીસે કુલ 12 આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.એપ્રિલમાં અસલી ચેઇનના બદલામાં નકલી ચેઈન ધાબડી ગયા

આ અંગે મળતી માહિતી પ્રમાણે, હાર્દિક કમાણી (રહે, પેરેડાઈઝ રેસી, યોગીચોક) નજીકના સાંઈ પેલેસમાં શિવમંદિર જવેલર્સના નામે સોના-ચાંદીના દાગીનાની દુકાન ધરાવે છે. ગત પાંચમી જૂનના રોજ સાંજે સાત વાગ્યે તેમની દુકાનમાં બે શખ્સો આવ્યા હતા. બંને શખ્સોએ 1.05 લાખની કિંમતની 11.710 ગ્રામની એક લેડિઝ ચેઇન પસંદ કરી હતી. ચેઇન લીધા બાદ પોતાની પાસે રહેલી ચેઇન બદલામાં આપવાની ઓફર કરતાં આ જવેલર્સે હામી ભરી હતી. આ વ્યક્તિએ આપેલી ચેઈન ઝીણવટપૂર્વક ચેક કરવાનો નિર્ણય લેવાયો હતો, કારણ કે 15 અને 25 એપ્રિલે બે ગ્રાહક આ રીતે 10.400 ગ્રામ અને 10.280 ગ્રામની બે નકલી ચેઈન પધરાવી અસલી ખરીદી ગયા હતા.

કોને કેટલી ચેઈન પધરાવી?
આ સિવાય મોગલ જવેલ્સના ચેતન ધામેલીયાને ત્યાંથી 13.850 ગ્રામની અને ભરત રાદડિયાની ગોપી જવેલ્સમાંથી 12.800 ગ્રામ અને 13.900 ગ્રામની બે ચેઇન નકલી પધરાવાઈ હોવાથી જવેલર્સ એસોસિયેશન સતર્ક બન્યું હતું. આ ઠગોને પકડવા વોચમાં જ હતું.

બેરોજગાર રત્નકલાકારને ચેઈન પધારવવા 5000ની લાલચે લાવ્યા
ચેઇનના બદલામાં ચેઇન લેવા આવે તેવા ગ્રાહકો પર વિશેષ નજર હતી. આ બંને ગ્રાહકોએ જે ચેઇન આપી હતી તેની વધુ સચોટ રીતે ચકાસણી કરવામાં આવતાં તે નકલી હોવાનો ખ્યાલ આવ્યો હતો. બંને પૈકી એક શખ્સને શંકા જતાં તે મોબાઇલ ઉપર વાત કરવાના બહાને બહાર નીકળી ભાગી છૂટ્યો હતો. ચેઈન નકલી હોવાનું સ્પષ્ટ થતાં જ જવેલર્સ પોલીસને જાણ કરી તેને પકડાવી દીધો હતો.

સરથાણા પોલીસની પૂછપરછમાં ઝડપાયેલા શખ્સનું નામ વિમલ મૂકેશ લાંગળિયા હોવાનું બહાર આવ્યું હતું. તેની સાથે વરાછાની શિવા હોટેલ ટેરેસમાં રહેતા વિવેક વાઘેલા અને સાથે આવેલાં હરી રબારીએ મોકલ્યો હતો. રત્નકલાકારની નોકરી છૂટી જતાં તેને હરી રબારી પાંચ હજારની લાલચ આપી નકલી ચેઈન પધરાવવા લઇ આવ્યો હતો. બીજી પાંચ ચેઇન છેતરપિંડીમાં પોતે નહીં હોવાનું જણાવ્યું હતું.

ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, ફરિયાદ નોંધાયા બાદ ઝોન વન એલસીબી અને સરથાણા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરવામાં આવી હતી. આ આખી ગેંગ દ્વારા જ આખું રેકેટ ચલાવવામાં આવતું હતું. ઝોન-1 એલસીબી અને સરથાણા પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને રેડ પાડવામાં આવી હતી અને આ ગુનામાં 12 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં મુખ્ય આરોપી વિવેક પ્રવીણ વાઘેલા છે. આ સમગ્ર રેકેટમાં અન્ય લોકોને સાથે મળીને છેતરપિંડી આચરતો હતો.

બે આરોપી સ્ટેમ્પ બનાવી આપતા હતા
વિવેક સાથે અન્ય ચાર લોકો ડુપ્લિકેટ ચેઈન બનાવવામાં મદદ કરતા હતા. બે આરોપી સ્ટેમ્પ બનાવી આપતા હતા. જ્યારે ગ્રાહક બનીને પાંચ જેટલા શખ્સ ડુપ્લિકેટ ચેઇન જ્વેલર્સ શોપમાં વેચવા જતા હતા. આ તમામ સાથે મળીને અત્યાર સુધીમાં 20 તોલા જેટલા ખોટા સોનાની ચેઇન વેચી છે. આ ચેઇનમાં માત્ર ચેઈનમાં હુક જ અસલી રાખતા હતા અને આખી ચેન ડુપ્લિકેટ રાખતા હતા.મોડસ ઓપરેન્ડી
આરોપીઓ સોનાની અલગ અલગ ડુપ્લીકેટ ચેઈનો બનાવી તેના ઉપર સોની પાસેથી 22K-916નો સ્ટેમ્પ કરાવી પોતાના અન્ય સહ આરોપીઓ સાથે મળી અલગ અલગ જવેલર્સમાં જઈ ચેઈનો વેચી જે પૈસા મળે તે વહેંચી લેતા હતા.

બનાવનાર, વેચનાર અને સ્ટેમ્પ કરનારા 12 આરોપી કોણ છે?

ડુપ્લીકેટ ચેન બનાવનાર:-

વિવેક પ્રવિણભાઈ વાઘેલા ઉ.વ-35 ધંધો-ઓનલાઈન વેપાર રહે-શીવ હોટલની અગાશી ઉપર આવેલ રૂમમાં બરોડા પ્રિસ્ટેઝ, મેઈન રોડ, વરાછા સુરત શહેર મૂળ વતન-ઉન્નતનગર સોસાયટી, સરકારી હોસ્પિટલ પાછળ,ઉના તા-ઉના,જિ-ગીર-સોમનાથ
હરેશભાઈ ભોળાભાઈ ખંટાણા (રબારી) ઉ.વ-33 ધંધો-હિરા-મજુરી રહે-ખાતા નં-78,પ્રથમ માળ,ગાયત્રી સોસાયટી, ધીરૂભાઈ પટેલના હિરાના ખાતામાં, રચના સર્કલ પાસે,કાપોદ્રા સુરત શહેર મુળવતન-પીપરડી ગામ, તા-સાવરકુંડલા, જિ-અમરેલી
અનિલભાઈ ઉર્ફે ડોન દિનેશભાઈ મકવાણા ઉ.વ-28 ધંધો-ડ્રાઈવિંગ રહે- ઘરનં-103,રૂદ્રાક્ષ પેલેસ ઉમરા-વેલંજા સુરત શહેર મુળવતન-હિપાવડલીગામ, તા-સાવરકુંડલા,જિ-અમરેલી
રાહુલ હરસુલભાઈ ખાંભલીયા ઉ.વ-23 ધંધો-પાનનો ગલ્લો રહે-ઘરનં-32, શિવસાગર, સોસાયટી, રત્ન સાગર સ્કૂલની બાજુમાં,છાપરાભાઠા,અમરોલી સુરત શહેર મૂળ વતન-મોરછુપણા,તા-જેસર,જિ-ભાવનગર
રસિક ઉર્ફે બુધો રાણાભાઈ ખાંભલીયા ઉ.વ-32, ધંધો-રીક્ષા ડ્રાઈવિંગ રહે-રાધિકા ચાર રસ્તા, રાહુલભાઈની મોગલ ટી-સ્ટોલ ખાતે છાપરાભાઠા અમરોલી સુરત શહેર મૂળ વતન-પીપરડીગામ,તા-સાવરકુંડલા,જિ-અમરેલી22 K-916 નો સ્ટેમ્પ કરી આપનાર:-

રાહુલભાઈ તુષારભાઈ મોરે ઉ.વ-25 ધંધો-વેપાર, રહે-ફ્લેટનંબર-203,ટાવર નંબર,03, વ્રજભુમિ કોમ્પ્લેક્ષ, પર્વત પાટિયા, પુણા સુરત શહેર મૂળ વતન-નીમછોડ ગામ,તા-ખટાવ,જિ-સતારા (મહારાષ્ટ્ર)
ગણેશ ચંદ્રકાંત પવાર ઉ.વ-25 ધંધો-નોકરી રહે- ફ્લેટ-103, સાર્થક એપાર્ટમેન્ટ,ધીયા શેરી,મહિધરપુરા સુરત શહેર મૂળ વતન-વાટમ્બર તા-સાંગોલા,જિ-સોલાપુર (મહારાષ્ટ્ર).
ગ્રાહક બની ડુપ્લિકેટ ચેઈન જ્વેલર્સ શોપમાં વેચનાર:-

વિમલભાઈ મુકેશભાઈ લંગાળીયા ઉ.વ-35 ધંધો-નોકરી રહે-શીવ હોટલની અગાશી ઉપર આવેલ રૂમમાં બરોડા પ્રિસ્ટેઝ, મેઈન રોડ, વરાછા સુરત શહેર મૂળ વતન-અર્જુનનગર, સોસાયટી પટેલ સંકુલ સ્કૂલની પાછળ, ચક્કરગઢ રોડ, અમરેલી
રઘુભાઈ રાણાભાઈ ખાંભલીયા ઉ.વ-28 ધંધો-સેલ્સમેન રહે- ઘરનં-35, શિવસાગર, સોસાયટી, રત્ન સાગર સ્કૂલની બાજુમાં, છાપરાભાઠા, અમરોલી સુરત શહેર મૂળ વતન-પીપરડીગામ,તા-સાવરકુંડલા,જિ-અમરેલી
હરેશભાઈ સુરાભાઈ ચૌહાણ ઉ.વ-22 ધંધો- હિરા-મજુરી રહે-ફ્લેટનંબર-501,રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટ,ઉમરાગામ, વેલંજા સુરત શહેર મૂળ વતન-નવા પા ગામ,તા-જેસર જિ-ભાવનગર
મનીષ સુરાભાઈ ચૌહાણ ઉ.વ-20 ધંધો- રીક્ષા ડ્રાઈવિંગ રહે-ફ્લેટનંબર-501, રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટ, ઉમરાગામ, વેલંજા સુરત શહેર મુળવતન-નવા પા ગામ,તા-જેસર જિ-ભાવનગર
સુરેશભાઈ ઉર્ફે ટપુ ભોપાભાઈ લુણી ઉ.વ-27, ધંધો-નોકરી રહે- ઘરનં-24, શિવસાગર, સોસાયટી,રત્ન સાગર સ્કૂલની બાજુમાં, છાપરાભાઠા, અમરોલી સુરત શહેર મૂળવતન-મોતીશ્રી ગામ,તા-પાલીતાણા,જિ-ભાવનગર
કબજે કરેલ મદ્દામાલ:-

સોના ચાંદીના તાર પટ્ટા બનાવવાના મશીન નંગ-2
લેસર માર્કીંગ મશીન નંગ-2
ડુપ્લિકેટ ચેઈન નંગ-3
પ્રશ્ન- સોનાના દાગીનાની શુદ્ધતા કેવી રીતે તપાસવી? જવાબ: ખરીદી કરતી વખતે સોનાની શુદ્ધતા ચકાસવા માટે, સોનાનાં આભૂષણો અથવા સિક્કાઓ પર બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ના હોલમાર્ક પ્રતીકને જુઓ. હોલમાર્ક એ સરકારી ગેરંટી છે. ભારત સરકારે 1 એપ્રિલ, 2023થી દેશમાં સોનાના દાગીનાનું હોલમાર્કિંગ ફરજિયાત બનાવ્યું છે. ભારત સરકારના મતે, સોનાના દાગીના પર બનેલા હોલમાર્ક પર ત્રણ હસ્તાક્ષર હોવા જોઈએ.

BIS સ્ટાન્ડર્ડ માર્ક
શુદ્ધતા ગ્રેડ (કેરેટ નંબર)
6 અંકનો આલ્ફા ન્યુમેરિક કોડ એટલે કે HUID નંબરશ્ન- સોનાના દાગીના પર લખાયેલ હોલમાર્ક અસલી છે કે નકલી તે આપણે કેવી રીતે ઓળખી શકીએ? જવાબ- હોલમાર્કિંગ એ BIS દ્વારા જારી કરાયેલું ગુણવત્તા પ્રમાણપત્ર છે, જે સોનાની શુદ્ધતાની ખાતરી આપે છે. ઘણી વખત જ્વેલર્સ સોનાના દાગીનાનું વેચાણ કરતી વખતે દાવો કરે છે કે તે 22 કેરેટ સોનું છે, પછી ભલે તે 22 કેરેટથી ઓછી શુદ્ધતાનું સોનું હોય. આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે, તમારે વાસ્તવિક હોલમાર્કિંગના સંકેતોથી વાકેફ રહેવું જોઈએ. જો તમને કોઈ સોનાના દાગીના પર હોલમાર્ક દેખાતો નથી અથવા હોલમાર્ક શંકાસ્પદ લાગે છે, તો સાવચેત રહો.જો કે, સોનાના દાગીના હોલમાર્કેડ હોવાનો અર્થ એ નથી કે તે અસલી છે. હોલમાર્ક પણ નકલી હોઈ શકે છે. તેથી તેની ઓળખ કરવી ખૂબ જ જરૂરી છે.

પ્રશ્ન- હોલમાર્ક શું છે?

જવાબ- આ એક ખાસ પ્રકારનું નિશાન છે, જે સોનાની શુદ્ધતા અને ગુણવત્તાની ખાતરી આપે છે. તે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા પ્રદાન કરવામાં આવે છે. આ સંસ્થા નિશ્ચિત પરિમાણો પર સોનાને પ્રમાણિત કરે છે. હોલમાર્ક દર્શાવે છે કે સોનાની શુદ્ધતાનું પરીક્ષણ BIS લાઇસન્સવાળી લેબમાં કરવામાં આવ્યું છે. આ ગ્રાહકોને કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચાવે છે.પ્રશ્ન- શું તે નકલી હોલમાર્ક હોઈ શકે? જવાબ : હા, સોના પર નકલી હોલમાર્ક હોઈ શકે છે. નકલી હોલમાર્કિંગનો ઉપયોગ કરીને 18 કે 14 કેરેટનું સોનું 22 કેરેટની કિંમતે વેચી શકાય છે. આ સિવાય નકલી હોલમાર્કવાળા સોનામાં અન્ય ધાતુઓ સાથે ભેળસેળ થઈ શકે છે. જ્યારે વાસ્તવિક હોલમાર્કમાં કેરેટ અને જ્વેલર્સની ઓળખ ચિહ્ન જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.

પ્રશ્ન- તમે ઘરે બેઠા જવેલરીના હોલમાર્ક કેવી રીતે ચેક કરી શકો છો? જવાબ- તમે બે રીતે ઘરે બેસીને હોલમાર્ક ચેક કરી શકો છો.

વિઝ્યુઅલ ટેસ્ટ

તેના પર ત્રણ હોલમાર્ક ચિહ્નો BIS લોગો, શુદ્ધતા ચિહ્ન (કેરેટ) અને 6 અંકનો હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન (HUID) કોડ હશે. HUID કોડ એક વિશિષ્ટ કોડ છે, જેનો ઉપયોગ સોના અને ચાંદીના ઘરેણાં પર હોલમાર્ક તરીકે થાય છે.
હોલમાર્કમાં કોઈ સ્ક્રેચ કે ડાઘ ન હોવા જોઈએ. આ નિશાન સ્પષ્ટ હોવા જોઈએ.
હોલમાર્કનો રંગ અને ચમક જ્વેલરી સાથે મેળ ખાતી હોવી જોઈએ.
મોબાઇલ એપ્લિકેશન દ્વારા પરીક્ષણ કરો

સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી BIS કેર એપ ડાઉનલોડ કરો.આ એપ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા બનાવવામાં આવી છે, જે સોના અને ચાંદી સહિત ઘણા ઉત્પાદનોની ગુણવત્તા અને માન્યતા તપાસવામાં મદદ કરે છે.એપના હોમપેજ પર જાઓ અને ‘Verify HUID’ના વિકલ્પ પર ક્લિક કરો.આ પછી તમારી જ્વેલરી પર લખેલ 6 અંકનો HUID કોડ દાખલ કરો.જો જ્વેલરી અસલી હશે તો એપ જ્વેલરીની શુદ્ધતા, ઉત્પાદનનું નામ જેવી વિગતો બતાવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ડીસાની ઘટના મામલે કોંગ્રેસ પ્રમુખનું નિવેદન

આ પણ વાંચો:લોકસભા ચૂંટણીમાં ખરાબ દેખાવના પગલે ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું

આ પણ વાંચો:રાહુલ ગાંધીના ગુજરાતમાં પ્રવેશ પૂર્વે જ દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું