પાકિસ્તાનના ઘણા ભાગોમાં 26 જૂનથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે નદીઓ છલકાઈ રહી છે અને ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખૈબર પખ્તુનખ્વા, પંજાબ, સિંધ અને બલુચિસ્તાનમાં સૌથી વધુ નુકસાન થયું છે. આ વિસ્તારોમાં ઘણા ઘરો તૂટી પડ્યા છે, રસ્તાઓ તૂટી ગયા છે અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે.
આ ભારે વરસાદે તબાહી મચાવી છે. છેલ્લા 10 દિવસથી સતત વરસાદ અને પૂરના કારણે ઘણા લોકોના જીવ પણ ગયા છે. અત્યાર સુધીમાં 72 લોકોનાં મોત થયા છે, જ્યારે 130 થી વધુ લોકો ઘાયલ થયા છે. સૌથી વધુ નુકસાન ખૈબર પખ્તુનખ્વા, પંજાબ, સિંધ અને બલુચિસ્તાન વિસ્તારોમાં થયું છે. દેશની આપત્તિ વ્યવસ્થાપન એજન્સીએ ચેતવણી જારી કરી છે.
પ્રવાસીઓને સાવધાની રાખવાની સલાહ
પાકિસ્તાનની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) એ લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. અધિકારીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. NDMA એ ખાસ કરીને પ્રવાસીઓને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત ન લેવાની સલાહ આપી છે. એજન્સીએ જણાવ્યું હતું કે હવામાન વિભાગે વધુ વરસાદની ચેતવણી આપી હતી, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ શકે છે અને અચાનક પૂર આવી શકે છે.
_______________________________________________________________________________________
આ પણ વાંચો:અમદાવાદ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ગૌહત્યારાને ફટકારાઈ 7 વર્ષની સજા
આ પણ વાંચો:અમદાવાદમાં કલોલ કોર્ટ રોડ અને એસજી હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના, એક મોત
આ પણ વાંચો:અમદાવાદમાં ડબલ મર્ડરના આરોપીને ફાંસીની સજા, કોર્ટે નોંધ્યું- આ કૃત્ય પશુતુલ્ય, કાયદાનો ડર જરૂરી
