વરસાદી વાતાવરણમાં ચા-કૉફી સાથે ગરમાગરમ ભજીયા ખાવાનો શોખ કોને ન હોય? પણ શું તમે જાણો છો, કે બજારમાં મળતા ભજીયા તમને બિમાર પાડી શકે છે! ચા સાથે ભજીયાનું કૉમ્બિનેશન સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઇ શકે છે. આવો જાણીએ, વધારે પડતી ચા-કૉફી ઉપરાંત, એની સાથે ભજીયા ખાવા એ તમારા સ્વાસ્થ્ય માટે શી રીતે હાનિકારક છે?
મસ્ત મજાની ભીની-ભીની ઋતુ, વરસાદથી પલ્લવિત લીલાછમ વૃક્ષો અને છોડવાં, ઠંડી હવાની લહેરખીઓ અને પ્લેટમાં ગરમાગરમ ભજીયા…ચોમાસાની ઋતુમાં આનાથી વધુ સુંદર સવાર કોઇ હોઇ જ ન શકે! પરંતુ તમે એ વાત જાણી લો કે ચા સાથે ભજીયાનું કૉમ્બિનેશન જરાય સ્વાસ્થ્યપ્રદ નથી. આના સેવનથી તમારુ પાચનતંત્ર બગડી શકે છે. બજારની લારીઓ તથા દુકાનો પર મળતાં ભજીયા ખાવાથી તો વધારે નુકસાન થાય છે.
આનું મુખ્ય કારણ છે ભજીયાની દુકાનો પર ભજીયા તળવા માટે વપરાતું તેલ!
જી હા, સવારથી લઇને સાંજ સુધી એેકનું એક જ તેલ વાપરવામાં આવે છે. આ જ તેલને વારંવાર ગરમ કર્યા કરીને એમાં જ આ ભજીયાનો ઘાણ તળવામાં આવે છે. આને કારણે ટ્રાન્સફૅટ વધવાથી એ ટૉક્સિક થઇ જાય છે.
જે-જે લોકોને વરસાદી ઋતુમાં ચા સાથે ભજીયા ખાવાનો શોખ છે, એ લોકોએ પોતાની જાત પર થોડો સંયમ રાખવો જોઇએ, નહિતર આ જ શોખ એમના સ્વાસ્થ્યનો શત્રુ બની બેસશે.
ભોજન સાથે ના પીશો ચા-કૉફી
પોષક તત્વો નહિ મળે શરીરને
આયર્ન-કૅલ્શિયમની થઇ જશે કમી
બીપી-શુગરનું વધશે જોખમ
ભોજન તથા ચા-કૉફી વચ્ચે રાખો 2 કલાકનું અંતર
વધુપડતી ચા પીવાના નુકસાન
કબજીયાત
પેટમાં મરોડ
હાઇ બ્લડ પ્રેશર
આંતરડા પર અસર
છાતીમાં બળતરા
શરીરમાં પાણીની કમી
આ પણ વાંચો:આ 5 ખોરાક ખાવાથી તમે અજાણતાં તણાવમાં વધારો કરો છો, જોણો ક્યા છે આ ખોરાક
આ પણ વાંચો:ચિયા બીજ ખાતી વખતે સાવધાન થઈ જજો સાવધાન, કારણ જાણી ચોંકી જશો!
આ પણ વાંચો: આ 5 ખોરાક ખાવાથી તમે અજાણતાં તણાવમાં વધારો કરો છો, જોણો ક્યા છે આ ખોરાક
