Jamnagar News/ જામનગરમા કોંગ્રેસનો હાથમા, માથા પર પાટા બાંધી નાટકીય વિરોધ

પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી

Gujarat

Jamnagar News : જામનગરમાં કોગેસ દ્વારા નાટકીય વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં કોગ્રેસના કાર્યકરોએ હાથમા, માથા પર પાટા બાંધી વિરોધ કર્યો હતો. જેમાં વધતી પૂલ દુર્ઘટનાને લઈને સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સહીત કાર્યકરોએ વિરોધ કર્યો હતો. બીજીતરફ પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરાબ્રિજ તૂટી પડવાના બનાવમાં 20 લોકોના મોત નીપજ્યા છે અને હજી બે લાપતા છે.  આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થતી 3 ટ્રક, 1 રિક્ષા, 1 ઈકો, 1 પિકઅપ ડાલું સાથે જ 2-3 બાઇક બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યાં હતાં. આ સાથે જ એક ટ્રક નીચે એક ફોર-વ્હીલર પણ દબાઈ હોવાની આશંકા છે. આ દુર્ઘટનામાં 20 લોકોનાં મોત થયાં છે, જ્યારે 8થી વધુ લોકોને રેસ્ક્યૂ કરી બચાવી લેવાયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરા પુલ ધરાશાયી: જો સ્થાનિક લોકો મદદ માટે ન આવ્યા હોત તો મૃત્યુઆંક વધુ હોત

આ પણ વાંચો:LIVE: ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં 10 લોકો મોતને ભેટ્યા,મૃતકોની યાદી આવી સામે

આ પણ વાંચો:ગંભીરા બ્રિજ જ નહીં રાજ્યમાં આવી અનેક દુર્ઘટના રાહ જોઈને હજી ઊભી છે