Bhuj News : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ભુજની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે અરજદારો સાથે લોક દરબાર યોજ્યો હતો. ભુજની IG ઓફિસમાં આ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં DGPને મળવા માટે અરજદારો ઉમટી પડ્યા હતા. જ્યાં DGPએ 22 જેટલા અરજદારોને સાંભળ્યા હતા.
આ અંગે સ્થાનિક પોલીસને સૂચના આપવામાં આવી હતી. પ્રજાલક્ષી કામગીરી કરાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસ વડા વિકાસ સહાયે સરહદી જીલ્લાના અરજદારોની સમસ્યાઓ સાંભળી હતી. તેમણે અરજદારોને કાર્યવાહી થવા સાંત્વના આપી હતી
આ પણ વાંચોઃરાજ્યમાં માર્ગો-પુલો-હાઇવેની સ્થિતિની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી
