Banaskatha news/ લાંબા વિરામ બાદ દાંતીવાડા અને પાંથાવાડામાં ધોધમાર વરસાદ, જનજીવન પ્રભાવિત

દાંતીવાડામાં માત્ર થોડા કલાકોમાં સવા 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને અનેક સ્થળો પાણી-પાણી થઈ ગયા.

Top Stories Gujarat Breaking News

Banaskatha News: લાંબા સમય બાદ બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના દાંતીવાડા (Dantiwada) અને પાંથાવાડા વિસ્તારોમાં મોડી રાત્રે ભારે વરસાદે વરસ્યો છે. ગાજવીજ અને ભારે પવન સાથે ખાબકેલા આ ધોધમાર વરસાદે (Rain) જનજીવનને મોટા પ્રમાણમાં પ્રભાવિત કર્યું છે. દાંતીવાડામાં માત્ર થોડા કલાકોમાં સવા 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને અનેક સ્થળો પાણી-પાણી થઈ ગયા.

રાત્રે શરૂ થયેલો વરસાદ ગાજવીજ અને ઝડપી પવન સાથે આવ્યો, જેના કારણે વીજળીના ધાંધિયા અને પવનના કારણે ઝાડ ધરાશાયી થયા હતા. દાંતીવાડા અને પાંથાવાડાના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યું, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હોવાના પણ અહેવાલ મળ્યા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ અને પંચમહાલ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, બોટાદમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, ભરૂચ, સુરત, નવસારી, દાદરા નગર હવેલી, દીવ, ડાંગ, તાપી, નર્મદા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકામાં ભારે વરસાદ સાથે યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે અને કેટલાક જિલ્લામાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃબનાસકાંઠામાં ત્રણ કિ.મી.નો માર્ગ ત્રણ વર્ષ કરતાં વધુ વર્ષથી ન બનતા ગ્રામજનો ઉગ્ર

આ પણ વાંચોઃ બનાસકાંઠામાં દામા ગામનાં તળાવમાંથી નવજાત શિશુ મળી આવતાં ચકચાર

આ પણ વાંચોઃ બનાસકાંઠા શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવતા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી