Rajkot News: રાજકોટથી વધુ એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટમાં દારૂબંધી કાયદાના જાહેર ભંગનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં શહેરના પ્રતિષ્ઠિત AIIMSમાં કામ કરતા એક તબીબ નશામાં મળી આવ્યા છે. આ ઘટનાએ તબીબી જગત અને શહેરમાં ખળભળાટ મચાવી દીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ડો. જીગર દેસાણી નામના તબીબ જાહેરમાં નશાની હાલતમાં મળી આવ્યા હતા અને તેમની સામે રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટનાની વધુ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે અને આગામી સમયમાં આ ઘટના અંગે વધુ માહિતી બહાર આવે તેવી શક્યતા છે.
ખાસ વાત એ છે કે ડો. જીગર દેસાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિના પુત્ર છે. આ હકીકત પ્રકાશમાં આવતાની સાથે જ આ મામલો વધુ ગંભીર બન્યો છે અને લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જવાબદાર પદ પર રહેલા વ્યક્તિ અને સમાજના પ્રતિષ્ઠિત પરિવારના ડૉક્ટર દ્વારા દારૂબંધી કાયદાનું ઉલ્લંઘન કાયદાના પાલન અને અમલીકરણ પર પ્રશ્નો ઉભા કરી રહ્યું છે.
આ પણ વાંચો:રાજકોટ AIIMSના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરને બરતરફ કરવાના આદેશ, નવી ભરતી કરાશે
આ પણ વાંચો:3 kgની ઈમરજન્સી કિટ ડ્રોનથી મોકલવામાં રાજકોટ AIIMSને મળી સફળતા
આ પણ વાંચો:રાજકોટ AIIMSના વડાપ્રધાન મોદી દ્વારા ઈ-ખાતમુહર્ત માટે મુખ્યમંત્રીના આગમનની જોવાતી રાહ
