Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી છે. ગત રાતથી શરૂ થયેલો વરસાદી માહોલ આજે વહેલી સવારે પણ યથાવત્ રહ્યો, જેના કારણે સમગ્ર જિલ્લામાં ખુશીની લહેર ફરી વળી છે. ધાનેરા, પાલનપુર, ડીસા, થરાદ, વડગામ, દાંતા, ભાભર, દિયોદર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદે ખેડૂતોના ચહેરા પર સ્મિત લાવ્યું છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે.
બનાસકાંઠાના થરાદમાં વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાઈ જવાથી અનેક વાહનો પણ બંધ થઈ ગયા છે. સવારથી જ વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ છે. થરાદ શહેરમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
ગત રાતથી શરૂ થયેલા વરસાદે આજે વહેલી સવારે વધુ જોર પકડ્યું છે. ખાસ કરીને થરાદ, પાલનપુર અને વડગામ પંથકમાં મૂશળધાર વરસાદ ખાબક્યો, જ્યારે ધાનેરા, ડીસા, દાંતીવાડા, ભાભર, દિયોદર, જમડા, લોરવાડા, નાગલા, ડોડગામ અને ભોરોલમાં પણ સારો એવો વરસાદ નોંધાયો. દાંતા, ભાભર અને દિયોદરમાં આશરે 1 ઇંચ વરસાદ ખાબક્યો હોવાનું જાણવા મળ્યું છે. થરાદ શહેરમાં વહેલી સવારે ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્યો, જેના કારણે બસ સ્ટેશન અને અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા.
બનાસકાંઠામાં સવારથી જ ગાજવીજ અને પવન સાથે વરસાદ પડી રહ્યો છે. થરાદ શહેરમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે બાળકોને શાળાએ જવા માટે પાણીમાંથી પસાર થવું પડે છે. જામદા, લોરવાડા, નાગલા, ડોડગામ, ભોરોલ, પીલુડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ભીષણ ગરમી બાદ વરસાદથી ગરમીમાંથી રાહત મળી છે.
બે દિવસના વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં ફરી વરસાદ શરૂ થયો છે, ઇકબાલગઢ ઓવર બ્રિજ સામે ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે અને વિદ્યાર્થીઓને શાળાએ જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દોઢ ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં પણ બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સ્થિતિ ખેડૂતો માટે લાભદાયી હોવા સાથે, સ્થાનિક વહીવટી તંત્ર માટે પણ પડકારરૂપ બની શકે છે, કારણ કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વધી શકે છે.
આ પણ વાંચોઃ બનાસકાંઠામાં ત્રણ કિ.મી.નો માર્ગ ત્રણ વર્ષ કરતાં વધુ વર્ષથી ન બનતા ગ્રામજનો ઉગ્ર
આ પણ વાંચોઃ બનાસકાંઠામાં દામા ગામનાં તળાવમાંથી નવજાત શિશુ મળી આવતાં ચકચાર
આ પણ વાંચોઃ બનાસકાંઠા શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવતા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી
