Aravalli News/ આ અમીરોની સરકાર છે અદાણીની સરકાર છે, કોંગ્રેસ પણ ભળેલી છે : કેજરીવાલ-ભગવંત માન મોડાસામાં ખેડૂત-પશુપાલક મહાપંચાયતમાં

ભાવવધારાની માગ સાથે બાયડના પૂર્વ ધારાસભ્ય અને સાબરડેરીના ડિરેક્ટરની આગેવાની હેઠળ એક મૌન રેલી યોજાઈ હતી

Gujarat

Aravalli News : આમ આદમી પાર્ટી (AAP) દ્વારા મોડાસાના મેઘરજ રોડ સ્થિત કુમકુમ પાર્ટી પ્લોટમાં ખેડૂત-પશુપાલક મહાપંચાયતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં  દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન કાર્યક્રમ સ્થળે આવી પહોંચ્યા. કાર્યક્રમ સ્થળે અને હેલિપેડ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી.પશુપાલકોનું આંદોલન 14 જુલાઈથી અત્યાર સુધી

ભાવવધારાની માગ સાથે બાયડના પૂર્વ ધારાસભ્ય અને સાબરડેરીના ડિરેક્ટરની આગેવાની હેઠળ એક મૌન રેલી યોજાઈ હતી. ત્યારબાદ, 14 જુલાઈના રોજ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના હજારો પશુપાલકો હિંમતનગર સ્થિત સાબરડેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. રેલી સ્વરૂપે ડેરીમાં પ્રવેશવાનો પ્રયાસ કરતાં પોલીસે દરવાજા બંધ કરી દીધા અને સુરક્ષા વધારી દીધી. આ દરમિયાન પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ થયું, જેમાં કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો પણ કર્યો. પરિસ્થિતિ વણસતાં પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા. આ ઘટનામાં 77 નામજોગ અને 100થી વધુ અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી અને 47 પશુપાલકોની અટકાયત કરવામાં આવી હતી.

તે જ દિવસે ઇડર તાલુકાના ઝીંઝવા ગામના પશુપાલક અશોક ચૌધરીનું હાર્ટએટેકથી અવસાન થયું હતું.આ ઘટના બાદ પશુપાલકોનો રોષ વધુ વકર્યો અને તેમણે દૂધ મંડળીઓમાં દૂધ ભરવાનું બંધ કર્યું. ઘણી જગ્યાએ દૂધ રસ્તા પર ઢોળી દેવામાં આવ્યું અને દૂધના ટેન્કરોમાંથી વાલ્વ ખોલીને દૂધ વહેતું કરવામાં આવ્યું. બંને જિલ્લાઓમાં સાબરડેરી સત્તાધીશોની અંતિમ યાત્રાઓ કાઢી પૂતળા દહન કરવામાં આવ્યા. જોકે, કેટલીક દૂધ મંડળીઓએ દૂધ ઢોળવાને બદલે દૂધપાક બનાવી શાળાના બાળકો, આશ્રમો અને ગરીબોને આપ્યો. 14 જુલાઈથી આજદિન સુધી પશુપાલકોએ ડેરીમાં દૂધ ભરવાનું બંધ રાખ્યું છે.

સાબરડેરી સત્તાધીશો અને નિયામક મંડળની બેઠકો મળી, જેમાં પશુપાલકોની કેટલીક માગણીઓ સ્વીકારાઈ, પરંતુ 20% દૂધ નફાની મુખ્ય માગ હજુ સ્વીકારાઈ નથી. કોંગ્રેસે પણ આ મુદ્દે સાબરકાંઠા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જે પશુપાલકોની અટકાયત કરવામાં આવી હતી, તેમાંથી 41ને 21 જુલાઈના રોજ જામીન મળ્યા છે, જ્યારે 6 હજુ જેલમાં છે. બાકીના લોકો સામેની ફરિયાદ રદ કરવાની માગણી કરવામાં આવી રહી છે.

કેજરીવાલે કહ્યું હતું કે આ અમીરો ની સરકાર છે અદાણી ની સરકાર છે, અદાણીને બધા કોન્ટ્રાકટ આપે છે. આમ આદમી પાર્ટી ગરીબોની,ખેડૂતો ,શ્રમિકોની સરકાર છે, અમે તમારા સાથે છીએ તમારો હક અપાવવા આવ્યા છીએ.  જો ખેડૂતો એમના હકની માગ કરી રહ્યા હતા, તો તેમની સાથે બેસીને વાત કરવી જોઈએ કે લાઠી ચલાવવી જોઈએ એ એમનો અહંકાર છે. તેના તરફથી અશોક ચૌધરીને એક કરોડ વળતર આપવામાં આવે. ભગવંત માને કહ્યું હતું કે કોંગ્રેસ પશુપાલકો સાથે હોત તો અમારે દિલ્હીથી, પંજાબથી અહીં આવવું ના પડ્યું, ભાજપ કોંગ્રેસ સાથે મળેલી છે. વધુમાં માને  કહ્યું કે, 30 વર્ષથી ભાજપ સરકાર છે બધી જગા એ લૂંટ ચાલી રહી છે.અમે આપની સાથે છીએ, તમારા કાગળ પુરા થશે અમારા કાર્યકરો પુરા નહીં થાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં આર્થિક તંગીથી કંટાળી પરિવારે કર્યો આપઘાતનો પ્રયાસ: રાજદીપ સોસાયટીમાં પાંચ જણે ઝેરી દવા પીધી, 6 કરોડનું દેવું

આ પણ વાંચો:વડોદરામાં 31 સ્મશાનગૃહોના આઉટસોર્સિંગનો નિર્ણય, વિરોધનો વંટોળ અને ભ્રષ્ટાચારના આરોપ

આ પણ વાંચો:વડોદરા : ગંદુ પાણી પીવાના પાણીમાં ભળવાનો મામલો, રહીશોમાં સ્વાસ્થ્ય માટે ભય અને ચિંતા