Mehsana News/ મહેસાણામાં સાયબર ફ્રોડના નાંણા વિડ્રો કરી સગેવગે કરતા 8 આરોપી ઝડપાયા

અનેક ચેકબુક, પાસબુક અને આધારકાર્ડ સહિતની સામગ્રી કબજે કરવામાં આવી

Gujarat

Mehsana News : મહેસાણા જિલ્લાના અલગ અલગ બેન્ક એકાઉન્ટોમાંથી ચેક વિડ્રો કરીને કેટલાક શખ્સો નાણાં ઉપાડતા હોવાનું ગાંધીનગર CID ક્રાઈમનાં ધ્યાનમાં આવ્યું હતું. આ બેન્ક એકાઉન્ટોમાં NCCRP પોર્ટલ પર એક ફરિયાદ જોવા મળી હતી. આ ફરિયાદના ફરિયાદી સાથે ટેલિફોનીક વાતચીત કરતા ઓફલાઈન ટ્રેડિંગમાં રોકાણ કરવાથી સારો ફાયદો થશે તેવી લોભામણી લાલચ આપીને વિશ્વાસમાં લેવાયો હતો. બાદમાં શેરબજારમાં રોકાણ માટેની  ટિપ્સ આપી રોકાણ કરાવી રૂપિયા પરત નહી કરીને છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ સીઆઈડી ક્રાઈમ ખાતે ફરિયાદી પીએસઆઈ રાહુલસિંહ આર,વાઘેલા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.

આ અંગે પોલીસે તપાસ કરતા ચેક વિડ્રો કરતી વખતે જે મોબાઈલ નંબર અપાયા હતા તે મોબાઈ નંબરો મહેસાણાના હોવાનું જણાયું હતું,. જેમાં પાંચ આરોપીઓ પ્રાઈમ સોલ્યુશન જી-7 હબચાઉન ટ્રેડ સેન્ટર મોઢેરા, મહેસાણાથી ઝડપી લેવાયા હતા. જ્યારે હિતેન્દ્ર પી.પચેલની વીસનગર કાંસાથી, રાકેશ એ.પટેલની અંબાસણ ખાતેથી અને નરેશજી એસ.ઠાકોરની વડનગરથી ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં પોલીસે ચાર જગ્યાએ રેડ પાડી હતી.

પુછપરછમાં આરોપીઓે જણાવ્યું હતું કે પૈસા ઉપરોક્ત બેન્ક એકાઉન્ટ તેમના મિત્રોના એકાઉન્ટમાં નાણાં મેળવી કુલ રૂ.64,30,000 અલગ અલગ ચેકથી તેમજ ATM દ્વારા વિડ્રો કરી સાયબર ક્રાઈ ફ્રોડથી આવેલા નાણાંને સગેવગે કરીને આર્થિક લાભ મેળવ્યો હતો.

ધરપકડ કરાયેલા આરોપીઓમાં શૈલેષસિંહ જી.ઠાકોર, ભરત એસ.દેસાઈ, નિકુલ એ.પટેલ, મેહુલ જી.મકવાણા, જયેશ એ.પટેલ, હિતેન્દ્ર પી.પટેલ, રિંકેશ એ.પટેલ અને નરેશ એસ.ઠાકોરનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ મહેસાણાના રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

તેમની પાસેથી પોલીસે 80 અલગ અલગ બેંકની ચેકબુક તથા પાસબુક, 16 ડેબિટ અને ક્રેડિંટ કાર્ડ, 12 પાનકાર્ડ, 11 આધારકાર્ડ, 9 મોબાઈલ, 8 આરસી બુક, 6 ચૂંટણી કાર્ડ, 2 એન્ટરપ્રાઈઝ ખાતુ ખોલાવવા માટેવા દસ્તાવેજી કાગળો અને 1 ભાડા કરાર કબજે કરવામાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં થયો ગુજરાતનો અત્યાર સુધીનો સૌથી મોંઘો રિયલ્ટી સોદો

આ પણ વાંચો: જંત્રીના નવા દરો પછી અમદાવાદમાં રિયલ્ટીમાં બિઝનેસનું વિકસ્યું નવું મોડેલ

આ પણ વાંચો: અમદાવાદમાં 30 માળથી પણ ઊંચી 25 બહુમાળી ઇમારત બનશે